તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની પરિસ્થીતી વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા એમ્બ્યુલન્સ ડ્રાઈવર મેડિકલ ઓફિસર દ્વારા દુર્વ્યવહાર કરાયો હોવાના આક્ષેપ સાથે અચાનક હડતાળ પર ઉતરી કામથી અડગા થઈ ગયા હતા. સમગ્ર મામલો આરએમઓ સુધી પહોંચતા તેમણે ડ્રાઈવરોને સમજાવ્યા હતા અને આખરે ડ્રાઈવરો કામ પર પરત ચડતા મામલો થાળે પડ્યો હતો.
જે બાબતે મૌખીક ઠપકો આપી સમયપર હાજર રહેવા કહ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરો સોમવારે બપોરે અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા અને મેડિકલ ઓફિસર ડો.ઓમકાર ચૌધરી દ્વારા કોઈ પણ ડ્રાઈવર કામનો નથી એવું કહી ખખડાવવામાં આવતા હોવાથી જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી કામ પર નહી આવે તેવી લેખિત રજુઆત કરી હડતાળ પર ઉતરી ગયા હતા. આરએમઓ ડો.કેતન નાયકે મધ્યસ્થી કરતાં ડ્રાઈવરોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં ડ્રાઈવરોની કામગીરીનો હવાલો મારી પાસે હતો. ડ્રાઈવર મોડા આવતા હતા તેમજ ગેરહાજર પણ રહેતા હતા. જે બાબતે મૌખીક ઠપકો આપી સમયપર હાજર રહેવા કહ્યું હતું. છતા ડ્રાઈવરો નિયમીત ન થતા કાર્યવાહી કરી હતી. જેથી ડ્રાઈવરોએ ખોટા આક્ષેપો કર્યા છે. ડ્રાઈવરો સાથે કોઈ ગેરવર્તન કરાયું નથી પરંતુ તેઓ ફરજમાં બેદરકારી દાખવતા હતા એટલે તે બાબતે તેમને ટકોર કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.