તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ECMO સારવાર:એમ્બ્યુલન્સનો ડ્રાઈવર વલસાડથી 120 કિમીનું અંતર 60 મિનિટમાં કાપી દર્દીને સુરત હોસ્પિ.માં લઈ આવ્યો, ગુજરાતમાં આંતરિક શિફ્ટિંગનો પહેલો કેસ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
દર્દીને હેમખેમ વલસાડથી સુરત ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
દર્દીને હેમખેમ વલસાડથી સુરત ખસેડવામાં આવ્યો હતો.
  • એડવાન્સ કેર લાઇફ સ્પોર્ટવાળી એમ્બ્યુલન્સમાં દર્દીને સુરત લવાયા

વલસાડની કોરોના પોઝિટિવ મહિલા દર્દીને ECMO સારવાર હેઠળ બાય રોડ સુરત ખસેડવામાં આવી છે. એડવાન્સ કેર લાઇફ સ્પોર્ટ (ACLS) વાળી ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે 100 કિલો મીટરનું સફર 120 ની સ્પીડ પર માત્ર 60 મિનિટમાં કાપી મહિલાને સુરત ટ્રાન્સફર કર્યો હોવાનું સામે આવ્યું છે. 13 દિવસથી કોરોનાની સારવાર લઈ રહેલી મહિલાના 60 ટકા ફેફસા ઇન્ફેક્શનગ્રસ્ત હોવાનું અને ઓક્સિજન લેવલ 75-80 ટકા રહેતું હોવાને કારણે ECMO સારવાર એક વિકલ્પ તરીકે શરૂ કરી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનુ ડૉ. હરેશભાઇ વસ્ત્રપરા અને ડૉ. ચેતણભાઈએ જણાવ્યું છે.

ચાલુ સારવાર સાથે દર્દીને સુરત લવાયો હતો.
ચાલુ સારવાર સાથે દર્દીને સુરત લવાયો હતો.

પહેલા કેસનો દાવો
ડો. હરેશ વસ્ત્રપરા ( નિષ્ણાત તબીબ) એ જણાવ્યું હતું કે, લગભગ આખા ગુજરાતમાં એક શહેરમાંથી બીજા શહેરમાં ECMO સારવાર સાથે ટ્રાન્સફરનો પહેલો કેસ કહી શકાય છે. દર્દી સોનલબેન નિરવભાઈ રાઠોડ ઉ.વ. 37 રહે (વલસાડ) 13 દિવસથી કોરોના પોઝીટીવ તરીકે સારવાર હેઠળ હતા. ઓક્સિજન બાદ બાયપેપ અને ત્યારબાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો ન હતો. જેને લઈ સોનલબેનને વલસાડની હોસ્પિટલમાં જ ECMO સારવાર પર લઈ 24 કલાક મોનિટરીગ કરાયા હતા. ત્યારબાદ સુવિધા થી સજ્જ એમ્બ્યુલન્સમાં સુરત ખસેડાયા છે. હાલ ICU માં સારવાર હેઠળ છે. તબિયત સાધારણ કહી શકાય છે.

મેડિકલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સમાં દર્દીને લવાયો હતો.
મેડિકલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સમાં દર્દીને લવાયો હતો.

એમ્બ્યુલન્સમાં પણ સારવાર અપાઈ
રાકેશ પટેલ (ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા આપનાર) એ જણાવ્યું હતું કે, લગભગ 25 વર્ષના કેરિયરમાં પહેલો કેસ આવી રીતે ટ્રાન્સફર કર્યો છે. એમ્બ્યુલન્સમાં UFB ચારજેબલ 1200 KB નું ઇન્વેટર જે 5 મશીનને ઓપરેટ કરી શકે એ વાતની ટેક્નિકલ ખાત્રી થયા બાદ જ દર્દીને સુરત શિફટીગનું આયોજન કરાયું હતું. એટલું જ નહીં પણ દર્દીના સિફટીગ દરમિયન એક સમય એ ઓક્સિજન લેવલ 45 પર ચાલી ગયા બાદ તાત્કાલિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સમાં મશીન પર મુક્તા જ ઓક્સિજન લેવલ ધીરે ધીરે 96-97 થતા જોઈ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફએ રાહતનો દમ લીધો હતો. દર્દીને સિફટીફ પહેલા એમ્બ્યુલન્સમાં 2 ECMO મશીન, 2 વેન્ટિલેટર, 1 મોનીટર, ડીસીપ અને બેનસર્કિટને ઇન્વેટર પર ચાલુ કરી પરીક્ષણ બાદ જ દર્દીને સુરત માટે હોસ્પિટલથી નીચે ઉતારવામાં આવ્યું હતું.