મુલાકાત:બેલ્જિયન દૂતાવાસનું રાજદૂત સહિતનું પ્રતિનિધિમંડળ સુરતના GJEPCના પ્રાદેશિક કાર્યાલયની મુલાકાતે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેલ્જિયમના રાજદૂત સાથે GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયા. - Divya Bhaskar
બેલ્જિયમના રાજદૂત સાથે GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયા.
  • હીરાના વેપારના અગ્રણીઓએ બેલ્જિયમના રાજદૂત સાથે વિચારોની આપ-લે કરી

ભારતમાં બેલ્જિયમના રાજદૂત એચઈ ફ્રાંકોઇસ ડેલહાયની આગેવાની હેઠળ બેલ્જિયન દૂતાવાસનું પ્રતિનિધિમંડળ 25મી ઑક્ટોબર 2021ના રોજ સુરતના GJEPCના પ્રાદેશિક કાર્યાલયની મુલાકાતે આવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવા માટે સુરતના હીરાના વેપારના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેમના બેલ્જિયમના રાજદૂત સાથે વિચારોની આપ-લે કરી હતી.

વિઝાના નવીકરણ માટે ચિંતા વ્યક્ત
GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ તેમના વક્તવ્યમાં પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું અને ટીમનું અભિવાદન કર્યું હતું. નાવડિયાએ તેમના વક્તવ્યમાં વિઝાના નવીકરણ માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફ્રાંકોઇસને નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા વિનંતી કરી હતી.

2 દેશો વચ્ચેના વેપાર અંગે સમજ આપી
GJEPCના અસિસ્ટન્ટ ડિરેક્ટરે ભારતમાં ડાયમંડ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના તથ્યો અને આંકડાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને 2 દેશો વચ્ચેના વેપાર અંગે સમજ આપી હતી. ફ્રાંકોઈસે તેમના વક્તવ્યમાં સુરતમાં ડાયમંડના આગેવાનો દ્વારા બનાવવામાં આવેલ માળખાગત સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેમણે સભ્યોને બેલ્જિયમ સાથે બિઝનેસ શરૂ કરવા અને વધારવા પ્રોત્સાહિત કર્યા. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ડાયમંડનો બિઝનેસ તેમની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપે છે.

બેલ્જિયમના રાજદૂત સાથે વિચારોની આપ-લે કરી.
બેલ્જિયમના રાજદૂત સાથે વિચારોની આપ-લે કરી.

બેન્કો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો
સભ્યોએ બેલ્જિયમની બેન્કો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ ચિંતા વ્યક્ત કરી કે બેલ્જિયન બેંકો વેપારને સમર્થન આપી રહી નથી અને નવા પ્રવેશકર્તા માટે બેલ્જિયમની સ્થાનિક બેંકો પાસેથી નાણાં મેળવવાનું મુશ્કેલ બની ગયું છે. તેઓએ જણાવ્યું કે બેલ્જિયમ રફ ડાયમંડનો એક મુખ્ય સ્ત્રોત છે જે મુખ્યત્વે વ્યાપાર કરવાની સરળતા સિવાય નાણાકીય લાભોને કારણે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. રાજદૂતે કહ્યું કે સરકાર આ તરફ કામ કરી રહી છે અને આશા છે કે તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ તેમના વક્તવ્યમાં પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું.
GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ તેમના વક્તવ્યમાં પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું.

બેલ્જિયમના બજારમાં જાગૃતિ ફેલાવવાનો આગ્રહ
પ્રાદેશિક સમિતિના સભ્યો અને SIDC બોર્ડના સભ્યોએ પ્રતિનિધિમંડળને મુંબઈ અને સુરતમાં SNZ જેવા GJEPC દ્વારા બનાવેલ માળખાકીય સુવિધાઓ વિશે બેલ્જિયમના બજારમાં જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કર્યો હતો. તેઓએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી કે આ સુવિધાઓથી બંને દેશોને ફાયદો થશે.