તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:અમરોલીની વકીલ યુવતી મુસ્લિમ યુવક સાથે ભાગી ગયાની આશંકા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીનું માઈન્ડ વોશ કરી યુવક ભગાડી ગયો : પરિવાર, ગુમ થયાની ફરિયાદ

અમરોલીની 26 વર્ષીય એડવોકેટ યુવતી ત્રણ દિવસ પહેલા ‘ઓફિસે જઉં છું’ કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારે અમરોલી પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવી છે. જોકે, યુવતી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે. પરિવારનું કહેવું છે કે, યુવતી કોઈ વિધર્મી યુવકના પ્રેમમાં પડી હોવાથી તેની સાથે જ ભાગી ગઈ છે. જે યુવક પર આશંકા છે તે કોંસબામાં રહે છે. બંને કોલેજમાં અભ્યાસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

યુવક બેંકમાં નોકરી કરતો હોવાની વાત છે. 4 મહિના પહેલા યુવકે યુવતી જોડે લગ્ન રજિસ્ટર કરવા અરજી આપી હતી. પછી યુવતીએ પાછળથી અરજી ખેંચી લેતા લગ્નની નોંધણી અટકી ગઈ હતી. પછી તે સંબંધીને ત્યાં રહેવા સુરત આવી હતી. પરિવારનું કહેવું છે કે, યુવકે યુવતીનું માઇન્ડ વોશ કરી દીધું છે. પોલીસે કોંસબા ખાતે રહેતા યુવકનો સંપર્ક કરતા તેનો ફોન બંધ આવે છે.

અન્ય સમાચારો પણ છે...