તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:સુરતના અમરોલીમાં માથાભારેએ પાડોશીના મકાનમાંથી ભાડુઆતને બહાર કાઢી તાળું મારી દીધું, 30 લાખની માગણી કરી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાડુઆતનો સામાન પણ બહાર ફેંકી દીધો હતો. - Divya Bhaskar
ભાડુઆતનો સામાન પણ બહાર ફેંકી દીધો હતો.
  • આખા પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતના અમરોલીમાં એક માથાભારે ભરવાડએ પાડોશીની દસ્તાવેજવાળી મિલકતમાંથી ભાડુઆતને બહાર કાઢી મકાનને તાળું મારી દેતા પોલીસે 4 દિવસ પછી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સરકારી જગ્યા ઉપર બાંધેલા મકાન-દુકાન પાલિકાએ તોડી પાડવા પાછળ પાડોશીની અરજી જવાબદાર હોવાની આશંકામાં ભરવાડે મકાન પચાવી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પમ નુકશાન પેટે ભરવાડે મકાન માલિક પાસે રૂપિયા 30 લાખની માગણી પણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મકાનની ચાવી જોઈતી હોય તો 30 લાખ આપવા કહ્યું
અશોકકુમાર ઓમ પ્રકાશ અગ્રવાલ (કરીયાણાની દુકાનના માલિક) એ જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાનના વતની છે. વર્ષ 2013માં તેમણે અમરોલી રિલાયન્સ નગરમાં એક મકાન ખરીદ્યું હતું. પિતા અને પત્ની-બાળકો સાથે રહેતા અશોકભાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2017-18માં તેઓ વેપારને લઈ જહાંગીરપુરા શ્રીધર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા. દરમિયાન અમરોલીનું મકાન ભાડા પર આપી થોડો આર્થિક ખર્ચ કાઢી લેતા હતા. એક અઠવાડિયા પહેલા પાડોશી રામજી ભરવાડે ભાડુઆતનો સામાન બહાર ફેંકી મકાનને તાળું મારી દઈ આખું મકાન પચાવી પાડ્યું હતું. આ બાબતની જાણ થતાં હું રામજી ભરવાડને મળવા ગયો હતો. જો મકાનની ચાવી જોઈતી હોય તો 30 લાખ આપવા પડશે એમ કહી જો ફરિયાદ કરી છે તો આખા પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

મકાનને તાળું મારી દેવામાં આવ્યું.
મકાનને તાળું મારી દેવામાં આવ્યું.

માથાભારેએ પાલિકાની ટીમ પર પણ હુમલો કર્યો હતો
વધુમાં જણાવ્યું હતું કે લગભગ એક મહિના પહેલા પાલિકાની ટીમ પર પણ આજ રામજી ભરવાડે હુમલો કર્યો હતો. સરકારી જગ્યા પર મકાન અને દુકાન બાંધી દીધી હોવાની અરજી બાદ પાલિકાની ટીમ ગેર કાયદેસર મિલકત તોડવા આપી હતી. ભરવાડના હુમલામાં એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો.

પાલિકા મકાન-દુકાન તોડી પાડ્યાની આશંકામાં મકાન પચાવ્યું
વધુમાં જણાવ્યું હતું કે ભરવાડના ગેરકાયદે મકાનને તોડી પડાયા બાદ અમે (અશોક અગ્રવાલ) અરજી કરી હોવાથી પાલિકા મકાન-દુકાન તોડી ગઈ હોવાની આશંકામાં રામજી ભરવાડે અમારું મકાન પચાવી પાડ્યું છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યાના ચાર દિવસ બાદ એટલે કે રવિવારે રાત્રે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.