માગણી:ઈમ્પેક્ટ ફીની મુદ્દત 25 દિવસમાં પૂરી થશે છતાં 1760 અરજીઓ જ મળી

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ વરાછામાં 901, કતારગામમાં 212, અઠવામાં 157, રાંદેરમાં 198
  • અટપટા નિયમો સુધારવા માટે માગણી

ગેરકાયદે બાંધકામ નિયમબદ્ધ કરવા ગ્રૃડા-2022 અંગે નિયમોમાં સુધારા વધારા કરવાની કોન્ટ્રાકટર-આર્કીટેક્ટોમાં માંગ ઉઠી રહી છે અને ફરી વખત લેવાયેલા આ ઇમ્પેક્ટ ફી અંગેના અટપટા નિયમોને લીધે પણ અરજીઓ ઓછી આવી રહી છે. બાંધકામ નિયમિત કરવા ગણતરી ના 25 દિવસ જ હવે બાકી રહ્યાં હોવા છતાં માંડ 1760 જ અરજી આવી છે. જેમાં, સૌથી વધુ વરાછા એ-બી ઝોન માં મળી 901 અરજીઓ આવી છે તો કતારગામ માં 212, અઠવામાં 157 રાંદેર માં 198 જેટલી અરજીઓ શહેર વિકાસ ખાતામાં ઓનલાઇન નોંધાઇ છે.

લોકોએ આ સુધારા કરવા માંગ કરી

  • 125 ચોમીથી વધારી 200 ચોમી પ્લોટ એરિયા કરવું
  • ફાયરે NOC કેસમાં કન્સલ્ટન્ટ નિમણુંકની જરુર નથી.
  • સરકારી પ્લોટ પરના બાંધકામને કાયદેસર કરવા.
  • 50 ટકા પાર્કિંગ ફિઝિબલ ઉપલબ્ધ કરવાની જોગવાઈમાં 25 ટકા ઘટાડો કરવો.
  • મળવાપાત્ર 50% FSIથી વધુના ગેરકાયદે બાંધકામને નિયમબદ્ધ ન કરી શકવાની જોગવાઈ રદ કરવી. મળવા પાત્ર 1 FSIથી ઓછામાં બાંધકામ કાયદેસર થવું જોઈએ.
  • નવી શરત કેસમાં નવી શરતનું પ્રીમિયમ મિલ્કતદરો-કબજેદારો પાસે વસુલાત પણ ઇમ્પેક્ટ ફી સાથે લઈ કાયદેસર કરવાની જોગવાઇ જોઈએ જેથી વર્ષોથી નવી શરતની જમીનનું પ્રીમિયમ પણ વસુલાત થઈ શકે.
  • 1-10-2022ની કટ ઓફ ડેટ માટે ફક્ત વેરા બિલનો પુરવાની જગ્યામાં વધુ પુરાવા રાખવા.
અન્ય સમાચારો પણ છે...