તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત કેસ:અલથાણના કાપડ વેપારીનો આપઘાત કેસ ,2ની ધરપકડ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉઘરાણીથી કંટાળીને ફાંસો ખાધો હતો

અલથાણમાં એસએમસી આવાસમાં રહેતા કાપડના વેપારીએ રૂપિયાની લેતીદેતીના મામલે સવા મહિના પહેલા આપઘાત કર્યો હતો. આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનામાં વેપારી શૈલેષ મનુભાઈ દેસાઈ(31)(રહે. સિધ્ધી વિનાયક ગ્રીન,પાસોદરા,કામરેજ) અને સની જયંતી સુર્યા(35)(રહે. શ્રી દર્શન પાલ સોસા, સ્ટેશન રોડ, સચીન) આગોતરા જામીન લઈ હાજર થતા ખટોદરા પોલીસે ધરપકડની કાર્યવાહી કરી છે.

વધુમાં બન્ને વેપારીઓએ મૃતક અજયસીંગને કાપડનો માલ આપ્યો હતો તેની ઉઘરાણી કરતા હતા. જેના કારણે વેપારી અજયસીંગ બંસરાજસીંગે 22મી તારીખે સાંજે સ્યૂસાઇડ નોટમાં અંગ્રેજીમાં 5 જણાના નામ અને મોબાઇલ નંબર લખ્યા હતા. સાથે હિંદીમાં લખ્યું કે, પાંચ આદમી મુજે પરેશાન કર રહે હૈ, ધંધા નહિ કરને દે રહે હૈ, ઈસ લીયે પરેશાન હો કર મૈ આત્મહત્યા કર રહા હું, મેરે મરને કી જીમ્મેદારી ઈનહી પાંચ આદમી કી હૈ, પછી વેપારીએ ફાંસો ખાધો હતો. હજુ વેપારીઓમાં નિલેશ ભીખા સોજીત્રા, શૈલેષ રમણીક ભેસાણીયા અને હર ગોવિંદ પરષોત્તમ રાખોલીયા હજુ ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...