તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાંદેરમાં ફ્રૂટના વેપારી પાસે 4 કરોડની ખંડણી માંગવાના ગુનામાં અલ્તાફનો સાગરિત ઝબ્બે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીને કહ્યું, ‘જીવતા રહેવું છે તો તારે રૂ. 4 કરોડ જીએસટી આપવી પડશે’
  • વેપારી પાસે કરોડો આવ્યા હોવાની માથાભારે અલ્તાફને માહિતી મળી હતી

રાંદેરના ગોરાટ રોડ પર રહેતા ફ્રૂટ વિક્રેતા તેમજ જમીન લે-વેચનું કામ કરતા નવાઝ જાફર પોઠીયાવાલા પાસે 4 કરોડની ખંડણી માંગવાના કેસમાં પોલીસે ખંડણી માંગનાર માથાભારે અલ્તાફ પટેલના સાગરીત અબદુલ્લા ઉર્ફે માંજરો ડાંગરાને પકડી પાડ્યો છે. માથાભારે અલ્તાફ પટેલને માહિતી મળી હતી કે ફ્રૂટ વિક્રેતા પાસે જમીન વેચાણના કરોડો રૂપિયા આવ્યા છે. જેથી અલ્તાફ તરફે વેપારી પાસેથી 4 કરોડની ખંડણી માંગવા માટે અબદુલ્લા ઉર્ફે માંજરો ડાંગરા સહિત 3 સાગરિતો 2 કારમાં આવ્યા હતા.

આરોપીઓએ કહ્યું હતું કે, જીવતા રહેવું છે તો તારે 4 કરોડ રૂપિયા જીએસટી આપવી પડશે.અને આ તારી પ્રોટેક્શન મની કે ખંડણી સમજી લે એવું કહી માર માર્યો હતો. આ કેસમાં રાંદેર પોલીસે ભેસાણ રોડ પરથી અબદુલ્લા (રહે. ગંગાસાગર સોસા. અડાજણ પાટિયા)ને પકડી પાડ્યો છે. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે તેમજ 5થી 7 જણાના નિવેદનો લઈ તપાસ શરૂ કરી છે. હાલમાં અબદુલ્લાના સાગરિત ગ્યાસ ઉર્ફે ભૂરા શેખ(રહે,માનદરવાજા) અને ઝુબેર ભાગી ગયા છે. બન્નેના ઘરે પોલીસે તપાસ કરાવી પણ તેઓ મળી આવ્યા ન હતા. આરોપીઓએ મોબાઇલ બંધ કરી દીધા છે.

મુખ્ય સૂત્રધાર માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા પણ ભાગતા ફરે છે. ફ્રૂટના વેપારી નવાઝ જાફરે માસ્ક પહેર્યું હોય ઉપરથી આટલી મોડીરાતે દવા લેવા નીકળ્યો હોય તો તેની જાણકારી આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી તે એક તપાસનો વિષય છે. વધુમાં વેપારીનો મિત્ર તેને બચાવવા માટે વચ્ચે પડતા આરોપીએ કહ્યું હતું કે, તૂ બીચ મેં સે હટ જા ઉસકો ફાર્મ હાઉસ લે જાતે હંૈ, ઔૈર ઉસકા પાર્સલ બનાતે હૈં, એમ કહી ધમકી આપી હતી.

અબદુલ્લાએ સોસા.માં અડ્ડો જમાવી દીધો છે
અડાજણ પાટિયા ગંગાસાગર સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં અબદુલ્લા ઉર્ફે માંજરાએ સાગરિતો સાથે અડ્ડો જમાવી દીધો છે. 4 કરોડની ખંડણી માંગી વેપારી અને તેના મિત્રને પિસ્તોલની અણીએ ધમકાવી 4 કલાક બેસાડી રાખ્યા હતા. ખુલ્લા પ્લોટમાં 3 ખાટલા અને 5 ખુરશીઓ મુકી મોડીરાત સુધી અબદુલ્લા તેના પન્ટરો સાથે બેસી રહે છે. જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી થાય છે. પરંતુ તેઓ ડરને મારે આગળ આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...