કાર્યવાહી:અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરાનો અંડરવર્લ્ડ કનેક્શનમાં કબજો લેવાયો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાજપોર જેલથી બંનેને લઈ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુંબઈ પોલીસ રવાના

મુંબઈના વેપારીને ધમકી આપવાના મામલે સુરતના માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં બન્ને માથાભારે તત્વોનો મુંબઈના અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની વાત સામે આવી હતી. જેને લઈ મુંબઈ પોલીસે મકોકા કાયદા હેઠળ બન્ને માથાભારે તત્વો સામે ગુનો નોંધ્યો હતો. મકોકાના ગુનામાં માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલને મુંબઈ પોલીસ બુધવારે સાંજે લાજપોર જેલમાંથી કબજો લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બન્ને મુંબઈ લઈ રવાના થઈ છે.

માથાભારે અલ્તાફ અને વિપુલ સામે સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખા સહિતના ગુનાઓ દાખલ થયા હતા. બન્ને માથાભારે સામે ગુજ્સીટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થયો હતો. જેમાં બન્ને લાજપોર જેલમાં બંધ હતા. કરોડોની ખંડણી માટે મુંબઈના વેપારીને ધમકી આપી હતી. જેમાં તેના સાગરિતો પકડાયા બાદમાં બન્ને સૂત્રધારોના નામો સામે આવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે માથાભારે વિપુલ-અલ્તાફની ગેંગમાં 10 સાગરિતો છે. જેમાં વિપુલ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધારો છે. ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી, મારામારી સહિતના 30 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...