વેઇટિંગ લિસ્ટ લાંબુ:સુરતથી ઉત્તરભારત જતી ટ્રેનોની તત્કાલ ટિકિટ માટે પણ મારામારી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેગ્યુલર ટ્રેનો પેક, સ્પેશિયલમાં લાંબું વેઇટિંગ લિસ્ટ

દિવાળી-છઠ્પૂજાને કારણે સુરતથી તત્કાલ ટિકિટ મેળવવી પણ મુશ્કેલ થઇ ગઈ છે. રેગ્યુલર ટ્રેનો પેક છે. સ્પેશ્યલમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ છે. કતારમાં ઊીભા રહી નિરાશા જ મળે છે. ફક્ત 2 મિનિટમાં જ બુકીંગ ફૂલ થઇ જાય છે. તાપ્તીગંગાની ટિકિટ મળવી જ અશક્ય છે. આ ઉપરાંત ઉધના-દાનાપુર, ઉધના-વારાણસી, સુરત-મુઝફ્ફરપૂર અને અંત્યોદય સહિતની ટ્રેનોમાં ભારે વેઇટિંગ છે.

ગોએરને સુરતથી હૈદરાબાદ, દિલ્હી અને બેંગ્લોર ફ્લાઇટ ઓપરેટ કરવાની મંજૂરી
ગોએર એરલાઇન્સે સુરત એરપોર્ટથી ફ્લાઇટ ઓપરેટ કરવા તૈયારી કરી રહી છે. ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને ગોએર એરલાઇન્સને સુરત એરપોર્ટથી દિલ્હી, હૈદરાબાદ અને બેંગ્લોરની ફ્લાઇટ ઓપરેટ કરવા માટે મંજૂરી આપી છે. વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપના મેમ્બરે જણાવ્યું હતું કે ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને વિન્ટર શિડ્યૂલને મંજૂરી આપી છે. તેવામાં જ એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને સ્ટાર એર સાથે ગોએર એરલાઇન્સે પણ સુરત એરપોર્ટથી ફ્લાઇટ ઓપરેટ કરવા મંજૂરી આપી છે. ગોએર એરલાઇન્સને અગામી 26 માર્ચ, 2022 સુધી દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદની ફ્લાઇટ ઓપરેટ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...