બેઠક:‘અલ્પેશ - ધાર્મિક AAP માં જતા વરાછા બેઠક પર ભાજપને ફાયદો’

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મંત્રી કાનાણીએ કહ્યું ભાજપ સામે કોઇ સ્પર્ધામાં નથી

સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભા બેઠકો પૈકી સહુથી વધુ ચર્ચાસ્પદ ગણવામાં આવતી વરાછા બેઠક પર આમ આદમી પાર્ટી કે ભાજપ કોઈ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. આ બેઠક પર આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયાને પણ મેદાનમાં ઉતારી શકે છે એવી અટકળો વચ્ચે આ બેઠક પરથી જીતી આરોગ્ય રાજ્ય મંત્રી બનેલા કુમાર કાનાણીએ કહ્યું હતું કે અલ્પેશ અને ધાર્મિકના AAP માં જવાને લીધે નુકશાન નહિ ફાયદો થયો છે અને ભાજપ આ બેઠક પર જીતશે. બંને સામાજિક નેતાઓ હવે રાજકીય નેતા બની ચુક્યા છે. આ બેઠકના લોકો ભાજપ પર ભરોસો રાખતા આવ્યા છે.

વર્ષ 2017ની ચૂંટણી સમયનો માહોલ ભાજપ માટે વધુ મુશ્કેલ હતો પણ ભાજપ જીત્યું છે.વરાછા બેઠક પરથી તમને ટીકીટ નહિ મળે તો તમે અપક્ષ લડશો કે કેમ? એ બાબતે કહ્યું હતું કે મેં પાર્ટી સમક્ષ મારી દાવેદારી કરી છે. હાઈ કમાન્ડ નક્કી કરશે કે ટીકીટ આપવી કે નહિ. પાર્ટી જેને પણ ટીકીટ આપે અમે ભાજપના કાર્યકર તરીકે ઉમેદવારને જીતાડીશું.વરાછા બેઠક પર ભાજપની સામે કોઇ ે સ્પર્ધામાં નથી પણ આ બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે બીજા નંબર પર આવવાની સ્પર્ધા છે.

અલ્પેશ-ધાર્મિક માટે AAPની તિરંગા બાઈક રેલી
પાસના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાયા બાદ પહેલી વખત સુરત આવતા હોવાને લીધે આમ આદમી પાર્ટી દ્વારા સત્કારમાં શનિવારે તિરંગા બાઈક રેલીનું આયોજન કરાયું છે.સવારે 10:30 વાગ્યે રેલીની શરુઆત મીનીબજારથી થશે ખોડિયાર નગર - બરોડા પ્રિસ્ટેજ - નાના વરાછા થઈ મઘ્યસ્થ કાર્યાલય સીમાડા નાકા ખાતે પૂર્ણ થશે.શુક્રવારે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકેના ચહેરાની જાહેરાત કરવામાં આવી હતી.આમ આદમી પાર્ટી ગુજરાત માં આવનારી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર થતાં સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...