તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોલેજીયનોને NCC પસંદગીના વિષય તરીકે સ્વીકારવાની મંજૂરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુજીસીના આદેશ બાદ એસી-સિન્ડિકેટની બેઠક મળી
  • NSS સહિતના બંને કોર્સને છ સેમેસ્ટરમાં ભણાવાશે

યુજીસીના આદેશ બાદ કોલેજીયનોને NCC અને NSS પસંદગીના વિષય તરીકે સ્વીકારવાની મંજૂરી અપાઈ છે એટલે કે યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટમાં એનસીસી અને એનએસએસનો ઇલેક્ટિવ ક્રેડીટ કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી દાખલ કરવાનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલે કર્યો છે. બન્ને કોર્સને છ સેમેસ્ટરમાં ભણાવવા માટેનો અભ્યાસક્રમ બનાવવાની પણ સૂચના અપાય છે. એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય યુજીસીના આદેશ પર કર્યો છે. બન્ને કોર્સ પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ અપાશે.

એકેડેમિક કાઉન્સિલે ટીવાય એલએલબીમાં એડીઆરમાં ઇન્ટરનલની 40 માક્સની ગુંચવણ દૂર કરી છે. જે મુજબ કોલેજે ઓર્ગેનાઇઝિંગ લિગલ લિટરસી કેમ્પના 15 ગુણ, લોક અદાલત એટેન્ડન્સ 15 ગુણ, એસાઇમેન્ટ સબમિશનના 10 ગુણ અને વાયવાના 10 ગુણ એમ કુલ 50 ગુણની ઇન્ટરનલ પરીક્ષા લેવાની રહેશે.

કુલપતિ-સિન્ડિકેટ સભ્યોએ યુનિ. કેમ્પસમાં 2 કલાક સુધી ફર્યા
નવા કુલપતિ ડો. પ્રો. કે. એન. ચાવડાએ સિન્ડિકેટ સભ્યોને યુનિવર્સિટીને કેમ્પસ ફેરવ્યા હતા. જેમાં તળાવને ડેવલોપ કરવા માટેની ખાનગી સમાજ સેવા સંસ્થાની પ્રપોઝલ આવી હતી. જેની પર ચર્ચા-વિચારણા પણ કરાય હતી. ઉપરાંત ભગવાન મહાવીર કોલેજ પાસે વિદ્યાર્થીઓના પરિણામ સહિતના ડોક્યુમેન્સ મામલે એફિડેવિટ લેવાનું રહેશે.

Ph.D.નું ટાઇટલ તૈયાર કરવાનું રહેશે
સિનોક્સીસ જમા કરવા ત્યાં સુધીમાં વિદ્યાર્થીએ ગાઇડની ભલામણ સાથે ટાઇટલ તૈયાર કરી દેવાનું રહેશે. તે સાથે શરૂઆતનું ટાઇટલ પ્રોવિઝલન રખાશે. પીએચડીના ગાઇડોને માન્યતા પણ અપાય હતી. આ સાથે એબીવીના પ્રદેશમંત્રીના પત્રની પણ નોંધ લેવાય હતી.

અન્ય સમાચારો પણ છે...