તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3.0:શહેરની હદમાં હીરાના એકમો શરૂ કરવા માટે મંજૂરી આપો: GJEPC, સુરતમાં 10 હજાર કરોડનો વેપાર ઠપ્પ 

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને 10 ટકા વર્ક ફોર્સ સાથે કામ શરૂ કરવા માટે મહારાષ્ટ્ર ગર્વમેન્ટે પરવાનગી આપી દીધી છે. ત્યારે પોલિશ્ડ અને સિન્થેટીક ડાયમંડના લોકડાઉન પહેલાંના ઓર્ડર્સ પૂરા કરવાનું દબાણ ઉભું થતાં શહેરની ડાયમંડ કંપનીના સંચાલકોએ ફેક્ટરી શરૂ કરવાની તૈયારી બતાવી છે. સચિન એસઈઝેડની જેમ કતારગામ, વરાછા સહિતના શહેરની હદમાં આવેલા એકમોને ચાલુ કરવા પરવાનગી જીજેઈપીસીની રિજીયોનલ કચેરી દ્વારા માંગવામાં આવી છે. હાલ થોડા દિવસ પૂર્વે જ હોંગકોંગ માર્કેટમાં સુરતના હીરા બુર્સથી એક્સપોર્ટ શરૂ થયું છે. જે થોડા દિવસમાં કુલ 3000 કરોડથી વધુનું એક્સપોર્ટ પૂર્ણ કરી દેવાશે. જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયા જણાવે છે કે, જાડા સોલિટર હીરા અને સિન્થેટીક ડાયમંડનું ઉત્પાદન કરનાર 30 થી 35 હીરા ઉદ્યોગકારોએ ફેક્ટરીઓ શરૂ કરવા માટે તૈયારી બતાવી છે. તેઓ કોવિડ-19ની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા પણ તૈયાર છે. હાલમાં ઈચ્છાપોર, સચીન, હીરાબુર્સમાં ફેક્ટરીઓ ચાલે છે, પરંતુ આ ઉદ્યોગકારોના એકમો સુરતની હદમાં કતારગામ, વરાછા વિસ્તારમાં આવેલા છે, ત્યાં કોરોના પોઝીટીવના કેસ વધુ હોય મંજૂરી મળી રહી નથી. મંગળવારે જીજેઈપીસી દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ તથા સુરત શહેર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.ઉલ્લેખનીય છે કે, સુરતના હીરા બજારમાં 50 દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે 10,000 કરોડથી વધુનો વેપાર અટકી પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો