માંગ:‘વ્હીલિંગ ચાર્જની વિસંગતતા વગર સોલાર પાવર ઉત્પાદનની મંજૂરી આપો’

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિક્કી પ્રમુખ સાથે દેશની વિવિધ ચેમ્બરની બેઠક યોજાઇ

ફિક્કીના પ્રમુખ ડો.સંગીતા રેડ્ડીની આગેવાનીમાં વિવિધ ચેમ્બરના પદાધિકારીઓની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમસ્યા પર ચર્ચા કરવામાં આ‌વી હતી.

કોરોનાથી વેપાર-ધંધાને મોટી અસર થવા છતાં તહેવારોના કારણે માંગ નીકળતાં પરિસ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો છે. વેપાર-ધંધાને વધુ બુસ્ટ મળે તે માટે સરકારની વિવિધ યોજનાઓ મુદ્દે એસજીસીસીઆઈએ 10 મુદ્દાઓ મુકયા છે. આ અંગે ડો. અનિલ સરાવગી જણાવ્યું કે, અમે કરેલી રજૂઆતમાં હાલના ધોરણે મુખ્ય 4 સમસ્યાઓનો ઉકેલ જરૂરી છે. પ્રોપરાયટરશીપ અને પાર્ટનરશીપને પણ કોર્પોરેટની જેમ 22.5 ટકા ઈન્કમટેક્સ સ્લેબનો લાભ મળવો જોઈએ. એમએસએમઈને તેના સેન્ક્શન પાવરનો 100 ટકા સોલાર પાવર ઉત્પાદનની મંજૂરી મળવી જોઈએ, તેમાં વ્હીલિંગ ચાર્જની વિસંગતતા દૂર થવી જોઈએ. વધુમાં, કોરોના પછી મિલકતો જંત્રી કરતાં ઘણાં ઓછા ભાવે વેચવી પડી રહી છે. જેથી હાલમાં આકારણીમાં જંત્રી રેટનો આગ્રહ નહીં રાખવાની માંગ કરાઇ છે. સરકારની જ સીજીટી એમએસઈ સ્કીમ હેઠળ નાના ઉદ્યોગકારો દ્વારા લોન મેળવવા માટે બેંકોમાં થતી અરજીઓ અટકી રહી છે. જેના ઝડપથી ઉકેલ માટે માંગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...