મેરિટ જાહેર:આજથી ફર્સ્ટ યર BSc, કોમ્પ્યુટર સાયન્સમાં બેઠકોની ફાળવણી

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BSc માટે 7019 વિદ્યાર્થીનું ફાઇનલ મેરિટ જાહેર
  • કોમ્પ્યુ.સાયન્સમાં 625 બેઠક પર 257નું લિસ્ટ

VNSGUની કોલેજો આગામી 6 જૂન, 2022થી એટલે કે આજથી બીએસસી અને બીએસસી કોમ્પ્યુટર સાયન્સના કોર્સમાં ફર્સ્ટ યરમાં બેઠકોની ફાળવણી કરશે. યુનિવર્સિટીએ BSc અને BSc કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન માટેનું મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે. એડમિશન પ્રોસેસ ડિ-સેન્ટ્રલાઇઝ છે. યુનિવર્સિટીએ કોલેજોને સૂચના આપી છે કે 6 જૂન, 2022થી ફાઇનલ મેરિટ લિસ્ટ અનુસાર એડમિશન આપવાના રહેશે.

બીએસસી માટે દક્ષિણ ગુજરાતની કોલેજોમાં ઝોન અનુસાર મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. BScની 49 કોલેજોની 10,760 બેઠકો માટે 7019 વિદ્યાર્થીઓના ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. BSc કોમ્પ્યુટર સાયન્સની 5 કોલેજોની 625 બેઠકો માટે 257 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યાં છે.

યુનિવર્સિટીમાં ચારેય ઝોનમાં13450 બેઠક છે. BSc કોમ્પ્યુટર સાયન્સની 625 બેઠક છે. આમ 14075 બેઠક સામે BSc કોમ્પ્યુટર સાયન્સમાં 257, BSc બારડોલી ઝોનમાં 710,BSc ભરૂચ ઝોનમાં 935,BSc નવસારી ઝોનમાં 1686, BSc સુરત ઝોનમાં 2024 અને BSc વલસાડ ઝોનમાં 1664 ફોર્મ ભરાયા છે. આમ 7276 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...