તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:વર્ષોથી પડતર પડેલી જમીન વિવિધ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ફાળવો: ચેમ્બર, શહેરની GIDCઓના એસ્ટેટ હોદ્દેદારોની RM સાથે બેઠક

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહિતના શહેરની વિવિધ જીઆઈડીસીઓના હોદ્દેદારોએ સુરત સ્થિત જીઆઈડીસીની રિજીયોનલ કચેરી ખાતે રિજિયોનલ મેનેજર આશિષ મારુ અને પ્રાદેશિક મેનેજર યોગેશસિંગ પરમાર સાથે મિટીંગ કરી અધિકારીઓને જીઆઈડીસીમાં વર્ષોથી વણવપરાયેલી જમીનોને વિવિધ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ફાળવવા રજૂઆત કરાઈ છે. જીઆઈડીસીના હોદ્દેદારોએ રજૂઆત કરી કે, શહેરની ફરતે વિવિધ જીઆઈડીસીઓ કાર્યરત છે. જેમાં ઘણી એવી જગ્યાઓ છે કે જેનો વર્ષોથી ઉપયોગ થતો નથી.

સુરતમાં અન્ય ઉદ્યોગો જેવા કે ટેક્સટાઈલ અને એન્જિનિયરીંગના મોટા એકમો સ્થપાવા માટે જગ્યાનો અભાવ છે. ત્યારે વણવપરાશી જમીન અલગ-અલગ સેકટર જેવા કે ગારમેન્ટ પાર્ક, એન્જીનિયરીંગ પાર્ક, લોજીસ્ટીક પાર્ક વગેરે માટે ફરીથી ફાળવવામાં આવે. વધુમાં સુરત શહેરની નજીક ટેક્સટાઇલ પાર્ક તથા વર્ટીકલ એસ્ટેટ સ્થાપિત કરવા અંતર્ગત જીઆઇડીસીના ખાલી પ્લોટ મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. ઓટો સહિતના સેક્ટરને મેન્યુફેકચરીંગ કે સર્વિસ કેટેગરીમાં ગણવામાં આવે અને નોટીસ પરત ખેંચવા રજૂઆત કરાઈ છે.

આ અંગે જીઆઇડીસીના વિભાગીય પ્રબંધક આશિષ મારૂએ જણાવ્યું કે, હેડ ઓફિસને એલોટમેન્ટ પોલિસીમાં ફેરફાર લાવવા અંગે રજૂઆત કરવામાં આવશે. આ સાથે તેમના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જીઆઇડીસીમાં લાંબા ગાળાથી ખાલી રહેલ નાના-મોટા પ્લોટ્સ વિશે યાદી તૈયાર કરવામાં આવશે અને નવા ઔદ્યોગિક પાર્ક અંગે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો