તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:વેરાબિલમાં ગોલમાલ કરી અશાંતધારા હેઠળ મંજૂરી મેળવાતી હોવાનો આક્ષેપ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશાંતધારાનો કડક અમલ કરાવવા સભામાં પસ્તાળ

સામાન્ય સભામાં અશાંતધારાની કડક અમલવારી કરાવવા પસ્તાળ પાડતા ભાજપના નગરસેવક કેયુર ચપટવાલાએ જણાવ્યું કે, અશાંતધારા કાયદાની અમલીકરણની કલેકટર, પોલીસ કમિશનર અને પાલિકામાંથી સૌથી મોટી જવાબદારી પાલિકાના શિરે છે. મિલકતને બાંધકામ અને વસવાટની મંજૂરી આપતા પહેલા આ વિસ્તારમાં ધાર્મિક અને સામાજીક ધ્રુવીકરણ થાય છે કે નહીં તે જોવાનું છે.

કેટલાક તત્વો કાયદાની જોગવાઇઓનું ઉલ્લંઘન કરી મિલક્ત ખરીદવા કલેકટર પાસેથી મંજૂરી લેવાના બદલે ફક્ત કબજા રસીદ-ભાડા કરાર, અદલાબદલીનો દસ્તાવેજના આધારે વેરાબીલમાં પોતાનું નામ ચઢાવી બાંધકામ કે વસવાટની મંજુરી મેળવી લે છે. ઉપરાંત જમીન ખરીદી પણ આ જ રીતે થાય છે. અધિકારીઓને રજૂઆત કરાય તો રાજ્ય સરકારનો પ્રશ્ન છે એમ કહી છટકી જાય છે.

કાયદાનો ઠીક રીતે અમલ ન થવાથી હાલમાં જ ગોરાટ ન્યુ રાંદેર રોડ પર ટોળાં નમાજ પઢવા બેસી ગયા હતા. આપણે ચિંતા કરવી પડશે ‘ગાય પૂજાને બદલે બકરી બંધાય, દિવાળી-હોળીના બદલે બકરી ઇદના દિવસે ઘરનાં બારીબારણા બંધ કરીને બેસવું પડે.’

અન્ય સમાચારો પણ છે...