તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Allegedly, A Woman Who Squandered Millions On The Pretext Of A Job In The Municipality Took Rs 1.22 Crore From A Young Man For A House Deal.

છેતરપિંડી:સુરત પાલિકામાં નોકરીના બહાને લાખો ખંખેરનારી મહિલાએ યુવક પાસેથી ઘર સોદા પેટે 1.22 કરોડ પડાવ્યાનો આક્ષેપ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • એનજીઓ ચલાવનારી મહિલા ઠગના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે ઘરોબો
  • પરવટ પાટિયાના રાજુ વઘાસિયાએ અરજી આપવા છતાં લાલગેટ પોલીસે કાર્યવાહી કરી નથી

પાલિકામાં નોકરી અપાવવાના બહાને 7 લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી છેતરપિંડી કરનાર રૂબિના અને જેનુલે પરવત પાટિયાના ગેરેજ માલિક પાસેથી મિલકતના સોદા પેટે 1.22 કરોડ રૂપિયા પડાવ્યાનું પણ સામે આવ્યું છે. રૂબિના મુલતાની મોટી ખિલાડી છે. ઓલપાડના આકિબ મંસુર પાસેથી રૂપિયા ખંખેરીને પાલિકામાં નોકરી ન અપાવતા આકિબે રૂબિના મુલતાની અને જેનુલ વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીની તસવીર
આરોપીની તસવીર

જોકે હજી પોલીસ તેને પકડી શકી નથી. એવી જ રીતે એક મામલે પરવત પાટિયામાં રહેતા રાજુ ધીરુભાઈ વઘાસિયા( રહે.ઇન્ટરસિટી સોસાયટી)એ પણ રૂબિના અને જેનુલ વિરુદ્ધ લાલગેટ પોલીસમાં ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે પરંતુ પોલીસે કાર્યવાહી કરી નથી. રૂબિનાએ રાજુ અને તેના પાર્ટનરની ઝાંપાબજારની મિલકત ખરીદ કરવાની વાત કરી હતી. ત્યાર બાદ રૂબિનાએ રાજુ સાથે સારી-સારી વાતો કરીને દોસ્તી કરી હતી.

ત્યાર મિલકતના સોદા સહિત અલગ-અલગ બહાને રાજુ પાસેથી કુલ 1.22 કરોડ રૂપિયા લીધાં હતા. બાદમાં તે રૂપિયા પરત ન કરી રાજુ સાથે છેતરપિંડી કરી હતી. રાજુએ રૂબિના અને જેનુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. એનજીઓ ચલાવનાર રૂબિના મુલતાનીના ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓ સાથે પણ ઘરોબો છે.

જેનુલ ‘કોશિશ ફાઉન્ડેશન’નો પ્રમુખ
રૂબિના કોશિશ ફાઉન્ડેશન નામની એનજીઓ ચલાવે છે. જેમાં રૂબિનાનો સાગરિત જેનુલ આ એનજીઓનો પ્રેસિડેન્ટ છે અને રૂબિના પોતે વાઈસ પ્રેસિડેન્ટ છે.જેનુલ શહેરની 10 જેટલી સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ ધરાવે છે. રૂબિના કેલિગ્રાફર અને મહેંદી ડિઝાઈનર છે. તે એનજીઓ ચલાવતી હોવાથી તે અલગ-અલગ વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

રૂબિનાના માસા નિવૃત્ત પોલીસ અધિકારી
રૂબિનાના માસા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી સુરતથી એકાદ વર્ષ પહેલા રિટાયર્ટ થયાં છે. અને તેમના માધ્યમથી જ ગેરેજ માલિક રાજુ વઘાસિયાની ઓળખાણ રૂબિના સાથે થઈ હતી. એટલું જ નહીં ઘણી વખત રાજુએ લાખો રૂપિયાના ખર્ચે રૂબિનાની સારવાર પણ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...