તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Alleged Death Of A Pregnant Woman Due To Negligence Of Khushi Hospital, Further Deterioration Of Health After Injection, Death Of An Unborn Baby

તપાસ:ખુશી હોસ્પિટલની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયાનો આક્ષેપ, ઈન્જેક્શન મૂકાયા બાદ તબિયત વધુ લથડી, ગર્ભમાંના શિશુનું પણ મોત, મામલો પોલીસમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પર્વત પાટીયાની ખુશી હોસ્પિટલમાં ઈન્જેક્શન લીધા બાદ પ્રસુતાને દાખલ કરાઈ હતી. જ્યાં ગર્ભસ્થ શિશુનું મોત નિપજ્યું હતું ત્યારબાદ બાદ પ્રસુતાનું પણ મોત થયું હતું. તબીબે સમયસર સીઝર ન કરતા બંનેના મોત નિપજ્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. ગોડાદરા વૃંદાવન ખાતે રહેતા અરવિંદ વર્મા (૩૮)ની પત્ની સુમનબેન ગર્ભવતી હતા.

બે દિવસ પહેલા પરવત પાટીયાની ખુશી હોસ્પિટલમાં તેમને ઈન્જેક્શન અપાયું હતું. બીજા દિવસે તબિયત લથડતાં તેમને દાખલ કરાયા હતા. જ્યાં ગર્ભસ્થ શિશુંનું મોત થયું હોવાનું નિદાન થયું હતું. સુમનબેનને અમૃતમ હોસ્પિટલમાં ખસેડાતાં મૃત જાહેર કરાયા હતા.

સારવારમાં કોઈ બેદરકારી ન હતી, ડો. જીગ્નેશ
ખુશી હોસ્પિટલના ડો. જીગ્નેશ પટેલે જણાવ્યું કે શિશુંનું મોત થતાં પ્રસુતી જરૂરી હતી. સારવારમાં કોઈ બેદરકારી દાખવી નથી. મહિલાનું અગાઉ બે નોર્મલ પ્રસુતી થઈ હોવાથી સિઝર ઓપરેશન કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.

અન્ય સમાચારો પણ છે...