તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Allegations Of Seduction Against Our Members Are False: Parivartan Could Play More Than 175 Matches In 4 Years In Surat: Stadium

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિક્રેટનો ચૂંટણી જંગ:અમારા સભ્યો પર પ્રલોભનના આક્ષેપો ખોટા: પરિવર્તન 4 વર્ષમાં 175થી વધુ મેચ સુરતમાં રમાડી શક્યા : સ્ટેડિયમ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી નજીક આવતા બંને પેનલમાં રાજકારણ ચરમસીમાએ

એસડીસીએની તા. 7મીએ યોજાનારી ચૂંટણી પહેલા ફરી એકવાર પરિવર્તન પેનલે સ્ટેડિયમ પેનલ પર આક્ષેપ કરી પોતાના રોડમેપ જણાવ્યા હતા. પરિવર્તને પેનલ કહ્યું કે, અમારા કેટલાક સભ્યો પર પ્રલોભનનો આક્ષેપ કરાયા છે. અમે સ્ટેબલ ફેમિલીથી છીએ. સ્ટેડિયમ પેનલમાં માત્ર એક જ વ્યક્તિ છે જેને 1 રણજી મેચનો અનુભવ છે. સ્ટેડિમય પેનલની ખોટી પ્લાનિંગ અને ગેરવહિવટને લીધે પરિવર્તન આવશે.

પરિવર્તન પેનલ
કમલેશ પટેલે કહ્યું કે, સ્ટેડિયમ પેનલે પૈસા કમાવવા સ્કૂલ લેવલની ટૂર્નામેન્ટો બંધ કરી ગ્રાઉન્ડ ભાડે આપવાનું કામ કર્યું છે. અમે સ્કૂલ, તાલુકા કક્ષાએ ટૂર્નામેન્ટ યોજી ટેલેન્ટેડ ખેલાડીઓને આગળ વધારી સુરતમાંથી ક્રિકેટની ગરીબાઈ દૂર કરીશું. હાલના મેમ્બરોને સુવિધા નહીં આપી સ્ટેડિમય પેનલ મેમ્બરો વધારવાની વાત કરે છે. અમે મેમ્બરો ન વધારી ગ્રાંટ મેળવવાનો પ્રયત્ન કરીશું. સત્તામાં આવીશું તો પ્લેયર સિલેક્શનમાં વધુ પારદર્શિતા લાવીશું. જેની પોતાની એકેડેમી હશે એમને સિલેક્શન પેનલમાં જગ્યા નહીં મળશે. ફિટનેસ અને ટેક્નિક માટે પ્રોફેસનલ લોકોની કમિટી બનાવી ટ્રેનિંગ અપાશે.

સ્ટેડિયમ પેનલ
ડો. નૈનેષ દેસાઈએ કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં બીસીસીઆઈ તેમજ આંતરરાષ્ટ્રીય મળી 175થી વધારે મેચ સુરતમાં રમાઈ છે. અમે સુરતમાં ઇન્ટરનેશનલ મેચ લાવ્યા. સુરતને મળેલા પ્રતિસાદના વખાણ બધા જ પૂર્વ ક્રિકેટરોએ તેમજ બીસીસીઆઈ કર્યા છે. અમે ક્રિકેટથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે. અમે 158 ટીમ વચ્ચે 13 ટૂર્નામેન્ટ રમાડીએ છીએ. સિલેક્શનમાં સંપૂર્ણ પારદર્શિતા છે. અમારા પર આક્ષેપ છે કે, જૂની લાઇટો લાવ્યા છે પણ પોલ જૂનું છે લાઇટ નહીં. અમારા સારા વહિવટને લીધે અમે 12.5 કરોડની લાઇટો 3.5 કરોડમાં લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો