તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ સાથે રજૂઆત:સુરત પાલિકાની ચૂંટણીના મતદાન બાદ રાત્રે સ્ટ્રોંગ રૂમમાંથી EVMની હેરાફેરી થયાના આરોપ, બહુજન પાર્ટીએ તપાસની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરત5 દિવસ પહેલા
ઈવીએમ મશીન સાથે છેડછાડ થયાના આક્ષેપ સાથે બહુજન પાર્ટીએ ક્લેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
  • વોર્ડ નંબર 29ના 42થી 45 ઈવીએમની હેરાફેરીના વીડિયો સાથે ક્લેક્ટરને રજૂઆત કરાઈ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું ગઈકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. કોઈ પણ વાદ વિવાદ વગર થયેલા મતદાનના અંતે રાત્રિના સમયે વોર્ડ નંબર 29- વડોદ ભેસ્તાનના લગભગ 42-45 જેટલા ઈવીએમ મશીનની હેરાફેરી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. રાત્રિના સમયે એસવીએનઆઈટી ખાતે થતી ઈવીએમની હેરાફેરીને બસપા(બહુજમ સમાજ પાર્ટી)એ ઝડપી પાડી હોવાના વાઈરલ વીડિયો સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં બસપાના નેતાઓએ કહ્યું કે, સામેનો પક્ષ હાર ભાળી જતાં આ કાવત્રું ઘડવામાં આવ્યું હતું. જેથી અમે ક્લેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે.

રાત્રે અઢી વાગ્યે સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમની હેરાફેરી થઈ હોવાનો બસપાએ વીડિયો વાઈરલ કર્યો છે.
રાત્રે અઢી વાગ્યે સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમની હેરાફેરી થઈ હોવાનો બસપાએ વીડિયો વાઈરલ કર્યો છે.

ઈવીએમ બદલવા અને ખોલવાનો જવાબ અધિકારી ન આપી શક્યા
બહુજન સમાજ પાર્ટીના સુરત શહેર મહામંત્રી રમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 29 ના રાત્રે 2:30 વાગ્યે 42 EVM ફેરબદલ કરતા અધિકારીઓને રંગે હાથ પકડી પાડ્યાં હતાં. આટલા વાગ્યે આ અધિકારીઓ શા માટે મશીન બદલવા ગયા હતાં. સ્ટ્રોંગરૂમ શા માટે ખોલવામાં આવ્યાં તે અંગે અધિકારીઓ પાસે કોઈ જ જવાબ નહોતા. જેથી અમે આજે ન્યાયની માંગ સાથે ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે.

રાત્રે ઈવીએમ ફેરવવા અંગે તથા સ્ટ્રોંગ રૂમ ખોલવા અંગે અધિકારીઓને સવાલો કરાયા હતાં.
રાત્રે ઈવીએમ ફેરવવા અંગે તથા સ્ટ્રોંગ રૂમ ખોલવા અંગે અધિકારીઓને સવાલો કરાયા હતાં.

હાર જોઈને કાવત્રું કરાયાના આક્ષેપ
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ SVNIT ના EVM મશીન સ્ટોરેજ રૂમમાંથી 42-45 જેટલા મશીનો બહાર કાઢી ગોલમામ કરાઈ હોવાનું કહેતા બીએસપીના મહામંત્રીએ કહ્યું કે, રાત્રે અઢી વાગે SVINT ના સ્ટ્રોંગ રૂમમાંથી EVM મશીન બહાર કાઢતા BSP ના કાર્યકર્તાઓએ વીડિયો પણ બનાવી વાઇરલ કર્યો છે. વડોદ-ભેસ્તાનના વોર્ડ . નંબર 29 ના ઉમેદવારોની હાર જોઈ વિજય બનાવવાનું કાવત્રું ઘડી સ્ટોગ રૂમમાંથી EVM મશીનો બદલવામાં આવ્યા હોવાનું લાગી રહ્યું છે. જેથી ક્લેક્ટર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી અમે માંગ કરીએ છીએ.

બસપાના કાર્યકરોએ વિપક્ષ હારી જવાનો હોવાથી છેડછાડ ઈવીએમ સાથે થઈ હોવાના આરોપ લગાવ્યાં હતાં.
બસપાના કાર્યકરોએ વિપક્ષ હારી જવાનો હોવાથી છેડછાડ ઈવીએમ સાથે થઈ હોવાના આરોપ લગાવ્યાં હતાં.

અધિકારીઓ સામે પગલાં લેવા માંગ
સ્ટ્રોંગ રૂમ રાત્રે ખોલનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. રાત્રે આ અધિકારીઓએ કોના કહેવાથી અને શા માટે ઈવીએમ મશીનના રૂમ ખોલ્યા તે અંગે પણ તપાસ થવી જોઈએ. એક તરફ સામાન્ય લોકોને મતાધિકારથી વંચિત માત્રે એકાદ ડોક્યુમેન્ટ ન હોય તો રાખવામાં આવ્યા હતાં ત્યારે મતાધિકારનો જેણે ઉપયોગ કર્યો છે તેવા મતદાતાના વિશ્વાસના પ્રતિક એવા ઈવીએમ સાથે ચેડાં થયા હોવાની આશંકા હોવાથી પગલાં લેવા ક્લેક્ટરને આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો