પેટાચૂંટણી પરિણામ:તાપી જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસનો કારમો પરાજય

તાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની 6 બેઠક પર ભાજપનો વિજય. - Divya Bhaskar
જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની 6 બેઠક પર ભાજપનો વિજય.
  • જિલ્લા પંચાયતની કરંજવેલની બેઠક આઝાદી પછી પહેલીવાર ભગવો લહેરાયો

તાપી જિલ્લા-તાલુકા પંચાયત પેટાચૂંટણી-2021માં તાપી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠક પર ભાજપે જીત મેળવી છે અને કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કરંજવેલ બેઠક કોંગ્રેસ પાસે હતી જેના પર આઝાદી પછી પહેલીવાર ભગવો લહેરાયો છે.

કોંગ્રેસની ગઢ સમાન સીટ ભાજપે જીતી
તાપી જિલ્લાની જિ.પં. કરંજવેલ જે કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતનો ગઢ છે. જેના પર આઝાદી પછી પહેલીવાર ભગવો લહેરાયો છે. ગત ફેબ્રુઆરીમાં આ સીટ પર કોંગ્રેસે 3200થી વધારે મતે જીત મેળવી હતી. તેને પરાસ્ત કરી ભાજપે 300 કરતા વધારે લીડથી સીટ જીતી છે.

ભવ્ય જીતની ભાજપે ઉજવણી કરી.
ભવ્ય જીતની ભાજપે ઉજવણી કરી.

કંઈ સીટ પર કોણ જીત્યું?
જિલ્લા પંચાયતની 16-કરંજવેલની બેઠક ઉપર ગામીત મધુબેન ભીખુભાઇ કુલ-5965 મત મેળવી વિજય થયા છે. જ્યારે તાલુકા પંચાયતની બેઠકોમાં વ્યારા તાલુકાની 7-ઘાટા ઉપર- ચૌધરી પ્રવિણભાઇ દનસિંહ કુલ-2363 મત, 14-કેળકુઇ- ચૌધરી વિગ્દેશભાઇ ઉદેસિંગભાઇ કુલ-2169 મત, 1-બાલપુર-ગામીત વંદનાબેન રેવાભાઇ કુલ-1524 મત, ડોલવણ તાલુકાની 3-બેડારાયપુરા- બેઠક ઉપર ભાજપના માહ્યાવંશી મનોજભાઇ ખુશાલભાઇ કુલ-1746 મત અને સોનગઢ તાલુકાની 13-ખેરવાડાની અનુસૂચિત જાતિ બેઠકો ઉપર ભાજપના-વસાવા મિનેશકુમાર જલમસિંગભાઇ કુલ-1783 મતોથી વિજયી થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિઝર તાલુકાની 12-શાલે માટે ભાજપના મહિલા ઉમેદવાર દમયંતી નાઇક બિન હરીફ ચૂંટાયા છે.

મતદાનની મતગણતરી યોજાઈ હતી.
મતદાનની મતગણતરી યોજાઈ હતી.

ક્યાં કેટલું મતદાન થયું હતું?
ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાયેલ મતદાનમાં જિલ્લા પંચાયત 16-કરંજવેલની બેઠક માટે 71.91 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે તાલુકા પંચાયતની પાંચ ખાલી બેઠકોમાં 72.81 ટકા મતદાન નોંધાયું હતું. તાલુકા પંચાયતોની ખાલી બેઠકોમાં વ્યારા તાલુકાની 7.ઘાટા, 14-કેળકુઇ, 1-બાલપુર, ડોલવણ તાલુકાની 3-બેડારાયપુરા અને સોનગઢ તાલુકાની 13-ખેરવાડાની અનુસૂચિત જાતિ બેઠકોમાં કુલ-25406 મતદારોની જેમાંથી કુલ 18499 મતદારો દ્વારા મતદાન કરવામાં આવેલ છે . વ્યારા તાલુકાની 7-ઘાટાની બેઠકમાં 69.44 ટકા મતદાન, 14કેળકુઇની બેઠકમાં 77.99 ટકા, 1-બાલપુરની બેઠકમાં 69.44 ટકા, ડોલવણ તાલુકાની 3-બેડારાયપુરાની બેઠકમાં 70.27 ટકા અને સોનગઢ તાલુકાની 13-ખેરવાડાની બેઠકમાં 77.72 ટકા મતદાન નોંધાયું છે.