ચોમાસા પહેલા સેન્ટ્રલ ઝોન કોટ વિસ્તારમાં 24 મીટરથી નાના રોડ-રસ્તા તાત્કાલિક ધોરણે રિપેર કરી દેવા સાથે ઠેરઠેર પાણી-ડ્રેનેજના કામ માટે ખોદી નંખાયેલા રોડનું કામ પૂર્ણ કરાશે. ચોમાસામાં લોકોને અગવડતા ન પડે તે માટે સ્થાનિક નગરસેવકોની રજૂઆતને પગલે તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિમાં રસ્તા રિપેર માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં ઠેરઠેર રસ્તા સાથે મહોલ્લા-ગલીઓમાં પાણી - ડ્રેનેજના કામો ચાલી રહ્યા છે.
જેને લઇ ઠેરઠેર ખોદકામના દ્રશ્યો જોવા સાથે ટ્રાફિકની મહંદઅંશે સ્થિતિ કઠળી છે. એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં રસ્તા બિસ્માર હાલતમાં છે. સુરતમાં જૂન મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં ચોમાસાની એન્ટ્રી થઇ જાય છે ત્યારે હવે ચોમાસાને એક મહિનાનો સમય બાકી હોવાથી આ તમામ કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ થાય તે માટે ભાર મૂકાયો છે. નહિંતર કામો અધૂરા રહી જશે તો કોટ વિસ્તારના લોકોની હાલત કફોડી બની જશે.
તાજેતરમાં મળેલી પાલિકાની સામાન્ય સભાની સંકલન બેઠકમાં સેન્ટ્રલ ઝોનના નગરસેવકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિએ તાત્કાલિક વધારાના કામમાં સેન્ટ્રલ ઝોનના 24 મીટરથી નાના રોડ તાત્કાલિક બનાવી દેવાની દરખાસ્ત મંજૂર કરી છે.
19 કિમીના રસ્તા રિપેર કરવા માટે આયોજન
ડ્રેનેજ અને પાણીની કામગીરી થઈ ગઈ હોય એવા 5 કિ.મી. વિસ્તારમાં ખોદાયેલા રસ્તા અને આ સિવાય 14 કિ.મીના રસ્તાની કામગીરી પૂર્ણ કરવા આયોજન કરાયું છે. એટલું જ નહીં ચોમાસા પહેલા કુલ 16.5 કિ.મી. વિસ્તારમાં ટ્રેન્ચ રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ચોમાસા બાદ રસ્તો કારપેટ-રીકારપેટની કામગીરી હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.