ગ્લોબલ ટેક્ષટાઇલ ટ્રેડફેરનું આયોજન:USમાં યોજાયેલા ચેમ્બરના ટ્રેડફેરમાં વેપારીઓનો બધો સ્ટોક વેચાઈ ગયો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ઝિબિશનમાં 2000 કિલો ટેક્સટાઈલ પ્રોડક્ટનું વેચાણ
  • છેલ્લા દિવસે 1 કલાક વહેલું એક્ઝિબિશન બંધ કરાયું

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત અમેરીકાના એટલાન્ટા શહેરમાં ગ્લોબલ ટેક્ષટાઇલ ટ્રેડફેરનું આયોજન કરાયું હતું. શનિવારના રોજ જેનો છેલ્લો દિવસ હતો, દિવસ પુરો થાય તે પહેલા જ તમામ એક્ઝિબીટર્સનો માલ વેચાઈ ગયો હતો અને એક કલાક વહેલું એક્ઝિબીશન બંધ કરવું પડ્યું હતું. તેમજ 2000 કિલો જેટલો માલનું વેચાણ થયું હતું.

અમેરિકાના એક્ઝિબીશનમાં સુરતના ટેક્સટાઈલ ઉત્પાદકોને ફેબ્રિક, ગ્રે, બ્લીચ ફેબ્રિક, સોફાના ફેબ્રિક, ટુવાલના ફેબ્રિક, નીટેડ ગાર્મેન્ટ અને અન્ય ફેબ્રિકની ડિમાન્ડ જોવા મળી હતી. પ્રદર્શનમાં હોમ ટેકસટાઇલ, પોલિએસ્ટર, વિસ્કોસ, કોટન, બ્લેન્ડેડ ફેબ્રિકસ, મહિલાઓ માટે ઇન્ડિયન એથનીક વેર, કુર્તી–કુર્તા, મેડીકલ ટેકસટાઇલ, એપરલ એન્ડ ગારમેન્ટ, હેન્ડીક્રાફટના આર્ટિકલ્સમાં ઇન્કવાયરીઓ મેળવવામાં આવી છે.

છેલ્લા દિવસે 950 બાયર્સે મુલાકાત લીધી
આશિષ ગુજરાતીએ જણાવ્યું કે, સુરતના એક્ઝિબિટર્સ, વિક્રેતાઓને અગાઉથી પર્યાપ્ત માત્રામાં સ્ટોક લેવા જણાવ્યું હતું. છેલ્લા દિવસે એવી પરિસ્થિતિ બની હતી કે, ટ્રેડફેરને એક કલાક વહેલો બંધ કરવો પડ્યો હતો કારણ કે સ્ટોલ ધારકોનો તમામ માલ ખલાસ થઇ ગયો હતો. આ સાથે જ એક્ઝિબિશનના છેલ્લા દિવસે 950 બાયર્સે મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...