સાવચેતી:તાપી બ્રિજ સિવાયના તમામ ફ્લાયઓવર આજે બંધ, સેફ્ટી ગાર્ડ હશે તો જ ફ્લાયઓવર પર છૂટ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોરીથી થતા અકસ્માતો સામે સાવચેતી

શુક્રવારે મકરસંક્રાંતિના તહેવારને પગલે શહેરભરમાં મોટા પાયે પતંગો ચગાવવામાં આવશે. આ સાથે જ માર્ગો તથા ફ્લાય ઓવરબ્રિજો પર પતંગના દોરાને કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે, જેના કરાણે શુક્રવારે શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ ટુ-વ્હીલર માટે બંધ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે 24 કલાક માટે તમામ ફ્લાયઓવર બ્રિજો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. કપાયેલા પતંગ અને દોરા વગેરે રોડ પર આવતાં વાહનચાલકોના ગળા કપાઈ ન જાય તે માટે તમામ ફ્લાયઓવર બ્રિજો ટુ-વ્હીલર માટે બંધ રાખવામાં આવશે.

જો કે, તાપી નદીના તમામ બ્રિજ ચાલુ રહેશે. વાહન ચાલકો ફ્લાયઓવર નીચેના રસ્તા પરથી અવર-જવર કરી શકશે. જે ટુ વ્હીલર ચાલકોએ સેફ્ટી ગાર્ડ લગાવ્યું હશે તેઓ જ ફ્લાયઓવર બ્રિજ પરથી અવર-જવર કરી શકશે. જો કોઈ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...