• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘All CA lawyers In The Family I Wanted To Do Something Different’, Meet Rudlal’s Day. Elected As Superintendent Of Police

નિમણુંક:‘ફેમિલીમાં બધા સીએ-વકીલ હું કંઇક અલગ કરવા માંગતો હતો’, મીત રૂદલાલની ડે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે વરણી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 લાખ ઉમેદવારોએ GPSC કલાસ-1ની પરીક્ષા આપી હતી

મૂળ સુરતીઓ માટે ખુશીના સમાચાર છે. મીત રૂદલાલની ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે વરણી કરવામાં આવી છે. જીપીએસસી કલાસ-1ની પરિક્ષામાં 5 લાખથી વધુ ઉમેદવારોએ આ પોસ્ટ માટે પરીક્ષા આપી હતી. સાઉથ ગુજરાતમાંથી હાલ એકમાત્ર મીતની પસંદગી થઈ હોવાનું મીતના પિતા વિરેશ રૂદલાલે જણાવ્યુ હતું. દરમિયાન હવે મીત ટ્રેનિંગ બાદ ફરજ પર હાજર થશે.

આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મીત રૂદલાલે કહ્યુ કે ‘ કુટુંબમાં કોઇ પોલીસખાતામાં નથી. પિતા સી.એ, છે તો દાદા વકીલ છે. હું પણ કંઇક નવંુ કરવા માગતો હતો, શું કરું એ સમજાતુ નહતુ. એકવાર એસવીએનાઇટીના કેમ્પસમાં મિત્રો બેઠા હતા, ચા પી રહ્યા હતા, ત્યારે વાતચીતમાં આગળ શું કરીએ એ વિશે ચર્ચા નિકળી અને પછી સિવિલ સર્વિસમાં જવાનો વિકલ્પ પસંદ આવ્યો.

ગુનાનો ઉકેલ જલદી આવે એ જરૂરી
મીત રૂદલાલે કહ્યુ કે શરૂઆતથી જ ભણવા તરફ ઝોક વધુ હતો. એક્સપરિમેન્ટલથી સીધો એસવીએનઆઇટીમાં પ્રવેશ મેળવ્યો તો અને ત્યાં ઇલેકટ્રોનિક્સ-કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. ત્યાર બાદ સિવિલ સર્વિસ માટેેનું પ્રિપેરેશન દિલ્હીથી કર્યું અને એકઝામ સુરતથી જ આપી હતી. મંે યુપીએસસીમાં બેવાર ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ત્યારબાદ આ એકઝામ આપી. રેન્કિગ પ્રમાણે હું ડીવાયએસપીમાં સિલેક્ટ થયો. ડયૂટી જોઇન્ટ કર્યા બાદ હું ઇચ્છીશ કે ગુનાઓનો ઉકેલ જલદી આવે. જેથી કરીને ઇન્વેસ્ટિગેશન અને જસ્ટીસમાં આગળ કામ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...