• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Alert From Two Cases Of Omicron, No Entry Into The Textile diamond Market Without Mask, Vaccination Operation At 160 Centers Today

કોરોના સુરત LIVE:ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના કેસમાં ઉછાળો, સિટીમાં 12 અને જિલ્લામાં એક પણ કેસ નહીં, એક જ દર્દી ડિસ્ચાર્જ થયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દેવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દેવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 63 થઈ

સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીર બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. આજે કોરોનાના વધુ 12 કેસ સિટીમાં નોંધાયા છે. જ્યારે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.આજે કુલ 160 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોઝિટિવ કેસનો આંક 1,44,202 પર પહોંચ્યો
આજે શહેરમાં 12 અને જિલ્લામાં 00 કેસ સાથે વધુ 12 કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144202 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2117 થયો છે. જ્યારે સોમવારે શહેરમાંથી 1કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142022 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 63 નોંધાઈ છે. સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે. ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

રસીકરણની કામગીરી તેજ કરાઈ
ઓમિક્રોનના ખતરાને આગળ વધતો અટકાવવા માટે તથા તમામ શહેરીજનોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા આજે પ્રથમ ડોઝ માટે 45 સેન્ટર અને બીજા ડોઝ માટે 102 સેન્ટર પર બીજા ડોઝ માટે વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 2 વિદેશ જનારાને રસી અપાઈ રહી છે. આ સાથે 11 કોવેક્સિન સેન્ટર પર રસી અપાઈ રહી છે.