તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસર:સુરતમાં અક્ષય તૃતીયાને લાગ્યું કોરોનાનું ગ્રહણ, દર વર્ષે થતો 90 કરોડના સોના-ચાંદીના દાગીનાને વેપાર ઠપ્પ

સુરત2 મહિનો પહેલા
કોરોનાને લઈને અક્ષયતૃતિયાના દાગીનાનો વેપારને માઠિ અસર થઈ છે.
  • કોરોનાકાળમાં શુભ મનાતી જ્વેલરીની ખરીદી પર અટકી ગઈ

વૈશાખ મહિનાની સુદ પક્ષની ત્રીજની તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય નામ અક્ષયતૃતીયા છે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અખાત્રીજને વરસનો વચલો દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વણજોયું મુહૂર્ત ગણાય છે. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે, એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આજના આ શુભ દિવસે સુરતીઓ જ કરોડો રૂપિયાના દાગીના ખરીદતા હોય છે. પણ કોરોના કાળનું અક્ષર તૃતીયાને ગ્રહણ લાગ્યું હોય એમ કહી શકાય છે.

આખા વર્ષ દરમિયાન થતી ખરીદી અક્ષયતૃતીયાએ થતી હોય છે.
આખા વર્ષ દરમિયાન થતી ખરીદી અક્ષયતૃતીયાએ થતી હોય છે.

એક જ દિવસમાં 80-90 કરોડના દાગીના વેચાય
નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાએ ખાસ કરીને અનાજ, જળ, કપડા, બૂટ-ચપ્પલ અને છત્રીનું દાન કરવાનું મહત્ત્વ છે. એટલું જ નહીં પણ દર વર્ષે 80-90 કરોડના દાગીના વેચાય છે જે વેપારમાં આ વર્ષે નિરાશા જોવા મળી છે.

લગ્ન સરાની ખરીદીને પણ અસર થઈ છે.
લગ્ન સરાની ખરીદીને પણ અસર થઈ છે.

વેપાર ઠપ્પ થઈ ગયો
નૈનેશ પચ્ચીગર (ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન ,ગુજરાત સ્ટેટ ડિરેકટર) એ જણાવ્યું હતું કે,અક્ષર તૃતીયા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય એમ કહી શકાય છે. આ દિવસે સુરત શહેરમાં દર વર્ષે 80 થી 90 કરોડ રૂપિયાના સુરતીઓ દાગીના ખરીદતા હોય છે. જોકે આ વર્ષે 1 ટકાનો વેપાર પણ ન હોય એમ કહી શકાય છે.

કરોડો રૂપિયાના વેપારને માઠિ અસર થઈ છે.
કરોડો રૂપિયાના વેપારને માઠિ અસર થઈ છે.

લગ્નની ખરીદી પણ અટકી
દક્ષિણ ગુજરાતમાં આશરે 100 કરોડનું વેપાર થાય છે અને સમગ્ર ગુજરાતમાં 1200 કરોડ રૂપિયાનો આ શુભ દિવસે વેપાર થતો આવ્યો છે.આખા વર્ષનું 15 થી 20 ટકા જેટલું વેચાણ માત્ર અક્ષર તૃતીયાના દિવસે જ થાય છે. આ વર્ષે કોરોના કાળની મહામારીના કારણે 1 ટકા વેપાર પણ મુશ્કેલ બન્યો છે. લગ્નસરાની શુભ શરૂઆત આજથી કરવામાં આવે છે. લોકો લગ્ન માટે દાગીનાની ખરીદી કરવા નીકળે છે. દર વર્ષે અક્ષર તૃતીયાના દિવસે સુરતમાં આશરે 20 કિલો દાગીના વેચાય છે.