દેવ દિવાળી:હવન અને દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે શહેરના નાનપુરા, નાવડી ઓવારા ખાતે    મહિલાઓ દ્વારા દિવડા પ્રગટાવીને દેવ  દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
ગુરુવારે શહેરના નાનપુરા, નાવડી ઓવારા ખાતે મહિલાઓ દ્વારા દિવડા પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
  • દીપદાન કરી સૂર્ય મંત્ર અને ઓમ નમ: શિવાયનો જાપ કરવું લાભદાયક

આજે શુક્રવાર, 19 નવેમ્બરના રોજ કારતક મહિનાની પૂનમ તિથિ છે. કારતક પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે દેવોએ દિવાળીની ઉજવણી કરી હોવાથી તે દેવ દિવાળી તરીકે ઉજવાઇ છે. દેવ દિવાળીના દિવસે દિવા પ્રગટાવવામાં આવે છે.

કારતક મહિનાની અંતિમ તિથિ એટલે પૂનમના દિવસે આ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે. દેવ દિવાળી નિમિત્તે કથાકાર દિનેશ જાનીએ જણાવ્યું કે, કારતક પૂર્ણિમાએ પવિત્ર નદીમાં સ્નાન, દીપદાન, પૂજા, આરતી, હવન અને દાન-પુણ્ય કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.

જરૂરિયાતમંદને ફળ, અનાજ, ગરમ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ. કારતક પૂનમે નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. દેવ દિવાળીના દિવસે સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું. સૂર્યને જળ તાંબાના લોટાથી ચઢાવવું જોઈએ. અર્ઘ્ય આપતી સમયે સૂર્યના મંત્રનો જાપ કરવો જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ધનનું દાન કરવું. આ દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવવું. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. કપૂર પ્રગટાવીને આરતી કરવી જોઇએ.

શિવજીએ ત્રિપુરાસુર દૈત્યનો વધ કર્યો હતો
કથાકાર દિનેશ જાનીએ જણાવ્યું કે, કારતક પૂનમને ત્રિપુરારિ પૂનમના નામે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યોનો વધ કર્યો હતો, આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર થયો હતો. તેને ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં જળ પ્રલય આવ્યો ત્યારે મત્સ્ય અવતાર ધારણ કરી ભગવાને સંપૂર્ણ સૃષ્ટિની રક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...