તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લવ જેહાદ કેસના આરોપી અખ્તરને 2 દિવસના રીમાન્ડ, લગ્ન કરાવનાર પૂજારીની પણ તપાસ કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંદુ પીડિતાને ફસાવનાર સામે ગાળિયો

ડિંડોલીમાં સામે આવેલાં લવ જેહાદના કેસમાં આરોપી અખ્તર શેખ ઉર્ફે મૂકેશ ગુપ્તાને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સરકાર તરફે એપીપીએ કરેલી દલીલો બાદ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે જ્યાં લગ્ન કર્યા હોવાની વાત છે એ હનુમાન મંદિર તેણે જોયું નથી. જેથી પોલીસ આરોપીને સાથે રાખીને મંદિર તથા પુજારીની તપાસ કરી નિવેદન લેશે. બચાવ પક્ષની દલીલ હતી કે પોલીસે જે મુદ્દા રજૂ કર્યા છે તેના માટે રિમાન્ડની જરૂર નથી. .

રીમાન્ડના મુદ્દા

  • રેલવેમાં નોકરીના નામે 13.70 લાખ પડાવાયા તે રિકવર કરવા
  • સમગ્ર કેસમાં અન્ય કોઇ સહ આરોપી છે કે કેમ તેની તપાસ કરવાની છે
  • અન્ય કોઇ મહિલા સાથે ખોટી ઓળખ આપીને લગ્ન કર્યા છે કે કેમ તેની તપાસ કરવાની છે
  • મૂકેશ ગુપ્તા તરીકેને ઓળખ આપી છે તો બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા તેની તપાસ કરવાની છે
  • કડોદરાના હનુમાન મંદિરમાં પુજારીની હાજરીમાં લગ્ન કર્યા છે પરંતુ આરોપી કહે છે કે મંદિર જોયુ નથી.
અન્ય સમાચારો પણ છે...