તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A.K. Of Surat. A Fire Broke Out In A Textile Mill On The Road, 4 People Were Shifted To Hospital, Fire Brigade Announced The Call.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના એ.કે. રોડ પર કાપડ મિલમાં ભીષણ આગ લાગી, 4 લોકોને હોસ્પિટલ ખસેડાયા, 25 લોકોને રેસ્ક્યુ કરાયાં

સુરત3 મહિનો પહેલા
મીલમાં ભીષણ આગ લાગતા ઊંચે સુધી ધુમાડા ફેલાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો. - Divya Bhaskar
મીલમાં ભીષણ આગ લાગતા ઊંચે સુધી ધુમાડા ફેલાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો.
  • ભવાની સર્કલ પાસે આવેલી લબ્ધિ કાપડની મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ લાગી ગઈ છે. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ચાર વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ફાયરબ્રિગેડ દ્વારા 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયરની કામગીરી દરમિયાન એક અધિકારીને પણ ઈજા પહોંચી છે.

આગ પ્રચંડ હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
આગ પ્રચંડ હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

લબ્ધી કાપડની મિલમાં ભીષણ આગ લાગી
સુરતના વરાછા એ.કે. રોડ પર આવેલી લબ્ધી કાપડની મિલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા.

ઉંચે સુધી ધુમાડા આકાશમાં દૂર દૂરથી દેખાતા લોકોમાં પણ ભય ફેલાયો હતો.
ઉંચે સુધી ધુમાડા આકાશમાં દૂર દૂરથી દેખાતા લોકોમાં પણ ભય ફેલાયો હતો.

10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે
સુરતના વરાછા એ.કે. રોડ પર ભવાની સર્કલ નજીક લબ્ધી કાપડની મિલ આવેલી છે. મિલમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. મિલમાં કારીગરો કામ કરી રહ્યા હતા તે વેળાએ અચાનક આગ લાગી હતી. આગ લગતા જ મિલમાં નાસભાગ મચી જવા પામી હતી. પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા સુરતના અલગ અલગ ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ફાયરબ્રિગેડની મોટી સંખ્યામાં ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.
ફાયરબ્રિગેડની મોટી સંખ્યામાં ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા
મિલમાં લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. મિલમાં આગ લગતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા.

મિલમાં કાપડનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
લબ્ધી મિલ કાપડની મિલ છે અને તેમાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો રહેલો હતો. જેથી આગ લાગતા આ કાપડનો જથ્થો પણ આગની ઝપેટમાં આવી ગયો હોવાનું અનુમાન છે. આગના કારણે મિલમાં લાખોનું નુકશાનની આશંકા સેવવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો