તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:એ.કે. રોડ પર કારખાનામાં આગ, કાપડનો જથ્થો ખાખ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અશ્વનિકુમાર વસુંધરા ઈન્ડસ્ટ્રીયલમાં કાપડના કારખાનામાં સોમવારે આગ ભભૂકી ઉઠી હતી. કારખાનાનાની પાછળ વાડામાં કાપડના જથ્થામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અશ્વનિકુમાર અને કતારગામને જોડતા નવા બ્રિજની બાજુમાં અશ્વનિકુમાર પોલીસ ચોકી પાસે આવેલી વસુંધરા ઈન્ડસ્ટ્રીયલમાં ગજાનંદ ગારમેન્ટ નામના એક કાપડના કારખાનામાં સોમવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. કારખાનામાં પાછળ વાડામાં મુકેલા કાપડના જથ્થામાં કોઈક રીતે આગ લાગી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ફાયર બ્રિગેડે ગણતરીની મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે વાડામાં કોઈ ઈલેક્ટ્રીક કનેક્શન ન હોવાથી કાપડના જથ્થા આગ કેવી રીતે લાગી તે અંગે રહસ્ય ઘેરાયું હતું. આગની આ ઘટનામાં કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો