તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

સુરત2 મહિનો પહેલા
શહેરના 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ ચાર્જ સંભાળ્યો છે.
  • પોલીસ કમિશનર કચેરીમાં અધિકારીઓએ સ્વાગત કર્યું
  • આર બી બ્રહ્મભટ્ટે કમિશનરનો ચાર્જ અજય તોમરને સોંપ્યો

શહેરના 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર બહ્રભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી થતો તેમણે આજે તેમણે પોતાનો ચાર્જ અજય તોમરને સોંપ્યો છે. સુરતમાં 22માં પોલીસ કમિશનર તરીકે અજય તોમર નિમણૂંક કરવામાં આવી છે.

અધિકારીઓએ સ્વાગત કર્યુ
અજય તોમરનું પોલીસ કમિશનર કચેરીમાં અધિકારીઓએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. અજય તોમરને પોલીસ બેન્ડ સાથે આવકારીને અધિકારીઓએ પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ આપી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અધિકારીઓએ તેમને આવકાર્યા હતાં.

કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પ્રયાસ
કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો સતત પ્રયાસ કરતાં રહેવાનું કહેતા પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે, કોરોનામાં બધા લોકો શિસ્તમાં રહે, પોલીસની પણ જવાબદારી છે, પોલીસ તરફથી અમે લોકોને સમજાવીશું, અમલવારી કરાવીશું.ગુનેગારો સાથે સખતાઈથી અને સારા નાગરિકોને સહકાર મળી રહે તે રીતે કામ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો