• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Airport Resumed Two Days Later, 16 Flights Operated, 500 Buses Including Saurashtra Run, 6 Trains Canceled Due To Track Washing

ભાસ્કર વિશેષ:બે દિવસ પછી એરપોર્ટ શરૂ, 16 ફ્લાઇટ ઓપરેટ થઇ, સૌરાષ્ટ્ર સહિતની 500 બસો દોડી, ટ્રેક ધોવાતા 6 ટ્રેન રદ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નાઇની બે ફ્લાઇટ એક કલાક મોડી, અન્ય 14 ફ્લાઇટ રેગ્યુલર રહી હતી

વાવાઝોડાને કારણે સુરત એરપોર્ટ બંધ થયા બાદ ફરીથી શરૂ થઈ ગયું છે. બુધવારે 16 ફ્લાઇટે ઉડાન ભરી છે. જેમાં ચેન્નાઇની બે ફ્લાઇટ એક કલાક સુધી મોડી પડી હતી. બાકીની 14 ફ્લાઇટ રેગ્યુલર રહી હતી. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈૈનીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે સોમવારે 11:00 કલાકથી ફ્લાઇટોનું ઓપરેશન બંધ કરી દેવાયું હતું. માત્ર ઇમરજન્સી ફ્લાઇટો માટે જ ઓપરેશન ચાલુ રખાયું હતું.

જોકે, મંગળવારે રાતે 21:00 કલાકથી પવન ગતી ધીમી પડતા ફરી ઓપરેશન શરૂ કરાયું હતું. દરમિયાન બુધવારે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસ જેટની મળી 16 ફ્લાઇટ ઓપરેટ થઈ હતી. તે સાથે એર એમ્બ્યુલન્સ પણ ઓપરેટ થઈ હતી. ઇન્ડિગોની ચેન્નાઇની ફ્લાઇટ 30 મિનિટ અને સ્પાઇસ જેટની ચેન્નાઇની ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી.

રેલવે :સૌરાષ્ટ્ર તરફના રેલવે ટ્રેક ખરાબ થતાં ટ્રેન રદ
વાવાઝોડાને કારણે સોરાષ્ટ્ર તરફના રેલવે ટ્રેકની ખરાબ થઈ ગયા છે. જેથી બુધવારે છ ટ્રેન રદ કરાય હતી. જેમાં 08402 ઓખા-પુરી, 01191 ભુજ-પુણે, 09203 સિકંદરાબાદ-પોરબંદર, 02946 ઓખા-મુંબઇ સેન્ટ્રલ, 09218 વેરાવળ-બાન્દ્રા અને 02972 ભાવનગર-બાન્દ્રા રદ કરાય હતી. તે સાથે 28 મેએ 06335 ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ. તે સાથે બાન્દ્રા-ભાવનગર એક્સપ્રેસ 20થી 22 મે સુધી રદ રહેનારી છે.

એસટી બસ : સૌરાષ્ટ્ર તરફના તમામ રૂટો ચાલુ થયાં
સુરત એસટી નિગમે પણ બુધવારથી સૌરાષ્ટ્ર સાથે આખા ગુજરાતની બસો ફરી શરૂ છે. બુધવારે સુરતથી 500 જેટલી બસની આવ-જા નોંધાઈ છે તેમ સુરત એસટી નિગમના નિયામક સંજય જોષીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...