તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ફ્લાઈટમાં આગજની રોકવા રનવે પર આઠ કર્મીઓ તૈનાત, એરપોર્ટ-ફાયર બ્રિગેડને એલર્ટ રહેવા તાકીદ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં મોડી રાત્રે તુક્કલથી સુરત એરપોર્ટની ફ્લાઈટોમાં આગ લાગવા સહિતની કોઈ પણ પ્રકારની ઘટના નહીં બને તે માટે રનવે પર તૈનાત રહેતા કર્મચારીઓની સંખ્યામાં વધારો કરાયો છે. તે સાથે એટીસી ટાવરના હેડ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, ઇન્ડિગો, સ્ટાર એર અને વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન્સના પાયલોટોને ફ્લાઈટના ટેકઓફ કે પછી લેન્ડિંગ સમયે તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. સામાન્ય દિવસોમાં એરપોર્ટના રનવે પર ચાર કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. જે રનવે પાસેથી પક્ષી ભગાડવાની સાથે સફાઇનું પણ કામ કરતા હોય છે. પણ ઉત્તરાયણના બે દિવસના તહેવારને જોતા વધારાના ચાર કર્મચારીઓને રનવે પર ફરજ બજાવવાનો આદેશ કરાયો છે. આમ, એરપોર્ટના રનવે પર આઠ કર્મચારીઓ ફરજ બજાવશે. જે રનવે પર આવતા પતંગો કે પછી તુક્કલોને ઝડપથી હટાડી દેશે અને ફ્લાઈટના ઓપરેશનને સરળ બનાવશે. તે સાથે એટીસી ટાવરથી એરલાઇન્સના પાયલોટોને ફ્લાઈટના ટેકઓફ કે પછી લેન્ડિંગ સમય પર તકેદારી રાખવા પણ સૂચન અપાય છે.

એરપોર્ટ અધિકારી જણાવે છે કે તુક્કલને કારણે સૂકા ઘાસમાં આગ લાગતી હોય છે. આ પ્રકારની ઘટના રોકવા ઘાસ કાપીને હટાવી દેવાયું છે. એએઆઇ, ડુમસ પોલીસ અને એસએમસીએ સાથે મળી એરપોર્ટની આસપાસના લોકોને પ્રતિબંધિત તુક્કલ નહીં ઉડાવવા અપીલ કરી છે. એરપોર્ટ અને એસએમસીના ફાયર બ્રિગેડને એલર્ટ કરવા માટે તાકિદ કરાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser