એરએશિયાની દિલ્હી ફ્લાઇટને ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે લીલીઝંડી આપી હતી. આ સાથે જ કોલકાતા અને બેંગલુરુની ફ્લાઇટ પણ શરૂ થઇ છે. સુરત દિલ્હી વચ્ચેની પ્રથમ ફ્લાઇટનું ટાટાની સૌથી મહત્ત્વની પાયોનિયર ફ્લાઇટ સાથે ઇનોગ્રેશન કરાયું હતું. શુક્રવારે ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાનો જન્મદિવસ જેની ઉજવણી આ ફ્લાઇટ શરૂ કરીને કરાઈ હતી.
સુરતને હવે સિંગલ ટ્રીપમાં જ ગોવા, ચેન્નાઈ, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, કોચી, લખનૌ, રાંચી, શ્રીનગર, બાગ્ડોગરા, ભુવનેશ્વર અને વિશાખાપટનમ સહિતની કનેક્ટીવીટી મળશે. એરએશિયાના ઓફિસર અંકુર ગર્ગએ કહ્યું કે, “આ ફ્લાઇટમાં ‘એરફ્લિક્સ’નો અનુભવ પણ કરાશે અને 6,000થી વધારે કલાકની હાઇ-રિઝોલ્યુશન કન્ટેન્ટ કે સામગ્રી ઓફર કરે છે, જેમાં 1000થી વધારે ફિલ્મો-વેબ સીરિઝના 1500+ એપિસોડ હશે. પ્રદેશ પ્રમુખ સીઆર.પાટીલે કહ્યું કે, હીરાબુર્સ શરૂ થયા બાદ દુબઇ સહિતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ શરૂ કરાશે.
પ્રથમ દિવસે જ તમામ 180 સીટ ફુલ થઈ ગઈ
દિલ્હીની આજની પ્રથમ ફ્લાઇટમાં જ તમામ 180 સીટ ફૂલ થઇ હતી, આ ઉપરાંત કોલકાતા અને બેંગલુરુની ફ્લાઇટમાં પણ સારું એવું બુકિંગ મળ્યું હોવાનું એરએશિયાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો આ ત્રણેય ફ્લાઇટને વધુને વધુ ટ્રાફિક મળતો રહેશે તો આગામી દિવસોમાં સુરતને અન્ય શહેરોની કનેક્ટિવિટી પણ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.