• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Air Monitoring System Will Be Installed At 20 Places, Limbayat Varacha System Will Be Closed, Monopoly Will Be Blacklisted.

કાર્યક્રમ:20 સ્થળે એર મોનિટરિંગ સિસ્ટમ લગાવાશે, લિંબાયત-વરાછાની સિસ્ટમ બંધ, ઈજારદારને બ્લેકલિસ્ટ કરાશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત પાલિકાની કવાયત, નવી સિસ્ટમ સેન્સર બેઇઝ હશે
  • અઠવામાં સાયન્સ સેન્ટર ખાતે સેન્સર બેઇઝ એર ક્વોલિટી સિસ્ટમ લાગી શરૂ કરી દેવાઈ

મહાનગર પાલિકા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં 20 અલગ અલગ સ્થળોએ સેન્સર બેઇઝ એર ક્વોલીટી મોનીટરીંગ સીસ્ટમ લગાવશે. સ્માર્ટ સિટી અંતર્ગત સુરત શહેરમાં હવાની ગુણવત્તા ચકાસવા માટે લિંબાયત અને વરાછા ઝોનમાં એર ક્વોલીટી મોનીટરીંગ સીસ્ટમ મુકવામાં આવી આવી હતી.

જો કે આ બંને ઝોન પર એર મોનિટરીંગ સિસ્ટમ બંધ પડી છે. આ માટે જવાબદાર ઇજાર​​​​​​​દારને બ્લેકલીસ્ટ કરવા સુધીનની કાર્યવાહી હાથ ધરાઇ છે. હવે શહેરમાં 20 સ્થળોએ સેન્સર બેઈઝ એર ક્વોલીટી સીસ્ટમ ઈન્સટોલ કરવામાં આવશે. જેમાં સાયન્સ સેન્ટર ખાતે સેન્સર બેઇઝ એર ક્વોલીટી સિસ્ટમ લાગી ગઇ છે. ‘ઈન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લુ સ્કાય 2022’ અંતર્ગત વિશ્વભરમાં ‘ધ એર વી શેર’ વિષય પર વિવિધ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત 7 સપ્ટેમ્બરના દિવસે સાયન્સ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...