સ્વચ્છવાયુ સર્વેક્ષણ:સ્ટેશન-એરપોર્ટ સહિત 20 સ્થળે એર મોનિટરિંગ સિસ્ટમ લાગશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિનામાં સ્વચ્છવાયુ સર્વેક્ષણમાં નંબર 1 બનવા કવાયત
  • હવાની ગુણવત્તાની માહિતી ડિસ્પલે તથા ઓનલાઇન મુકાશે

પાલિકાએ સાયન્સ સેનટર ખાતે થર્ડ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાયની ઉજવણી કરી હતી. સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 131 શહેરોને હવાની ગુણવત્તાના આધારે ક્રમાંકિત કરવા લોન્ચ કરેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત ભાગ લેવા જઇ રહ્યું છે. જેને ધ્યાન રાખીને શહેરની હવાના પ્રદુષણમાં ઘટાડો કરવા અને સ્વચ્છવાયુ સર્વેક્ષણમાં નંબર 1 બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે. શહેરીજનોને હવાની ગુણવત્તાની માહિતી પણ મળી રહે તે માટે સાયન્સ સેન્ટર ખાતે નવી એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે.

જેમાં સતત પ્રદુષણ મોનીટર કરાશે અને મિનિટોમાં જ હવાની ગુણવત્તાના ડેટા જનરેટ કરાશે. આ ડેટા શહેરમાં લગાડાયેલા ડિજિટલ ડિસ્પલે બોર્ડ પર દેખાશે અને પાલિકાની વેબસાટ પર ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે. જેથી દરેક શહેરીજનોને હવાની ગુણવત્તાની માહિતી મળી રહેશે. આ ઉપરાંત શહેરમાં 20 જેટા લોકેશન જ્યાં હવાનું પ્રદુષણ વધારે છે ત્યારે જીઆઇઝેડના સહયોગથી સેન્સર બેઝ એર ક્વોલીટી મોનીટરીંગ સીસ્ટમ આગામી ત્રણ મહિનામાં લગાડવામાં આવશે.

શહેરનાં આ લોકેશન પર સિસ્ટમ મુકાશે
​​​​​​​સુરત રેલવે સ્ટેશન , સહારા દરવાજા, ઉધના દરવાજા, મજુરા ગેટ, લાલ દરવાજા, સુરત એરપોર્ટ, ગુજરાત ગેસ સર્કલ, ખજોદ ડિસ્પોઝલ સાઈટ, સાયન્સ સેન્ટર, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. જંકશન, લિંબાયત ઝોન ઓફિસ, સોસ્યો સર્કલ, વરાછા હીરાબાગ સર્કલ, ગજેરા સર્કલ, કતારગામ, અખંડ આનંદ કોલેજ, વેડરોડ, અશ્વનિકુમાર રોડ, મોરાભાગળ, સચિન ઓવરબ્રિજ, સીમાડા જંકશન, ડિંડોલી ઓવરબ્રિજ.

અન્ય સમાચારો પણ છે...