એજ્યુકેશન:એર ઇન્ડિયા 27 માર્ચથી ફરી દિલ્હીની ફ્લાઇટ શરૂ કરશે

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઠવાડિયામાં 5 દિવસ સવારે ઉડાન ભરશે
  • ​​​​​​​ઈવનિંગ ફ્લાઈટ 6 દિવસ ઓપરેટ કરાશે

એર ઇન્ડિયા એરલાઇન્સ 27 માર્ચથી દિલ્હી-સુરત-દિલ્હીની મોર્નિંગ ફ્લાઇટ ફરી શરૂ કરવા જઈ રહી છે. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા એરલાઇન્સ દિલ્હી-સુરત-દિલ્હીની ફ્લાઇટ અગામી 27 માર્ચથી ફરી શરૂ કરી રહી છે. જે ફ્લાઇટ અઠવાડિયામાં 5 દિવસ એટલે કે સોમવાર, મંગળવાર, ગરૂવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ કરાશે.

આ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર 07ઃ05 કલાકે આવશે અને 7ઃ40 કલાકે જશે. એવી જ રીતે દિલ્હી-સુરત-દિલ્હીની ઇવનિંગ ફ્લાઇટ સપ્તાહમાં 5ની જગ્યાએ 6 દિવસ ઓપરેટ કરાશે, જેમાં સોમવાર, મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવારે અને રવિવારે ઓપરેટ કરાશે. જો કે, આ ફ્લાઇટના સુરત એરપોર્ટ પર આવવાના અને જવાના સમયમાં કોઇ ફેરફાર કરાયો નથી.

19મી સુધી ગો ફર્સ્ટનું સુરતમાં ઓપરેશન બંધ
ગો ફર્સ્ટ એરલાઇન્સે 19 ફેબ્રુઆરી સુધી સુરત એરપોર્ટથી ઓપરેટ થતી તમામ ફ્લાઇટોનું ઓપરેશન કેન્સલ કર્યું છે. આ વાત સૂત્રોથી જણાઈ છે. ગો ફર્સ્ટ સુરતથી કોલકાતા, બેંગ્લોર તથા દિલ્હીની મોર્નિંગ-ઇવનિંગ ફ્લાઇટ ઓપરેટ કરતી હતી. એરલાઇન્સે મેસેજ અને મેલથી આ બાબતે જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...