એરપોર્ટ પર સતત ઘટતી ફ્લાઈટો વચ્ચે એર એશિયાએ સુરતને મોટી ગીફ્ટ આપી છે. આ કંપની સુરતથી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તાની ડાયરેક્ટ ફ્લાઈટ 4 માર્ચથી શરૂ કરશે. જેના માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. એર એશિયાની 3 ફ્લાઈટ દ્વારા લખનઉ, જયપુર, ગોવા અન ચેન્નાઈ પણ એરક્રાફ્ટ બદલ્યા વગર ડાયરેક્ટ સુરતથી જોડાઈ રહ્યું છે.
સુરતથી લખનઉ માટે લાંબા સમયથી ડાયરેક્ટ ફ્લાઈટની માંગ હતી પરંતુ એર એશિયાએ સુરતથી લખનઉ વાયા દિલ્હી થઈ સરળ કરી દીધું છે. તેના માટે એરક્રાફ્ટ બદલવાની જરૂર નહીં પડે. સુરતથી એર એશિયાની ત્રણેય ફ્લાઈટ રેગ્યુલર છે. 27 ડિસેમ્બર-2018એ એક દિવસમાં સુરત એરપોર્ટ ઉપરથી 28 ફ્લાઇટોએ ટેકઓફ કર્યું હતું, જે આજે ઘટીને માત્ર 13 થઇ ગઇ છે. તા. 23 ડિસેમ્બર-2022ના રોજ સુરત એરપોર્ટ ઉપરથી માત્ર 14 ફ્લાઇટે જ ટેકઓફ કર્યું હતું.
ત્રણેય નવી ફ્લાઈટનો શિડ્યુલ આ પ્રમાણે હશે
ફ્લાઈટ | ડિપાચર્સ | અરાઈ. | ભાડું |
બેંગ્લોર-સુરત | 14.24 | 16.15 | 4524 |
સુરત-બેંગ્લોર | 16.45 | 19 | 4334 |
દિલ્હી-સુરત | 8.2 | 10 | 4140 |
સુરત-દિલ્હી | 11 | 12.4 | 4163 |
કોલક્તા-સુરત | 14.05 | 16.25 | 6219 |
સુરત-કલક્ત્તા | 17 | 19.45 | 6207 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.