ફ્લાઇટની સંખ્યા વધશે:આજથી એર એશિયાની દિલ્હી, કોલકાતા બેંગ્લુરુની ફ્લાઇટ શરૂ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • દિલ્હી ફ્લાઇટનું ટાટાની પાયોનીયરથી ઇનોગ્રેશન, કુલ 38 ફ્લાઈટ થશે

એરપોર્ટ પર શુક્રવારથી ફ્લાઇટની સંખ્યા વધશે. એર એશિયા દિલ્હી, બેંગ્લુરૂ અને કોલકાતા માટે સેવા શરૂ કરાશે. જેમાં ફ્લાઇટ ચેન્જ કર્યા વિના લખનૌ, ચેન્નાઇ અને જ્યપુરની કનેક્ટિવિટી મળશે. આ વનવે ફ્લાઇટ હશે અને વાયા દિલ્હી સંચાલિત થશે. આ સાથે જ સુરત એરપોર્ટ પર કુલ 15 શિડ્યુલ ફ્લાઇટ થઇ જશે.

જેમાં વેન્ચુરાની 4 નોનશિડ્યુલ ફ્લાઇટ ઉમેરીએ તો રોજની 19 ફ્લાઇટ થશે. જેથી શિડ્યુલ અને નોનશિડ્યુલ મળીને રોજ કુલ 38 ફ્લાઇટની ‌અવરજવર થશે. 28મીથી ઇન્ડિગોએ બેંગ્લુરૂ ફ્લાઇટ માટે બુકિંગ શરૂ કર્યું છે. જે સુરતથી સવારે 11:20 ક્લાકે ટેકઓફ કરી બપોરે 1:30 ક્લાકે બેંગ્લુરૂ પહોંચશે. હાલમાં સુરતથી બેંગ્લુરૂ માટે એક જ ફ્લાઇટ છે.

શારજાહની ફ્લાઈટ અઢી કલાક મોડી ઊડી
સુરતથી શારજાહ જતી એરઇન્ડિયાની ફ્લાઇટ અઢી કલાક મોડી ઉપડી હતી. જેમાં ઇમિગ્રેશન સિસ્ટમમાં સમસ્યા હોવાનું કહેવાય છે. ફ્લાઇટ શારજાહથી રાત્રે 11.15 વાગ્યે સુરત આવી 12.50 કલાકે ઉપડવાની હતી. જે રાત્રે 3.23 વાગ્યે ટેકઓફ થઇ હતી. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે, આવો કોઇ મેસેજ નથી.

વન વે ફ્લાઇટના શિડ્યુલ આ હશે

  • સુરતથી સવારે 11 કલાકે ટેકઓફ વાયા દિલ્હી થઇ બપોરે 2:25 કલાકે લખનૌ લેન્ડિંગ
  • જયપુરથી સવારે 6:40 ક્લાકે ટેક ઓફ, વાયા દિલ્હીથી સવારે 10 કલાકે સુરત લેન્ડિંગ
  • ચેન્નાઇથી બપોરે 12:55 કલાકે ટેકઓફ, વાયા દિલ્હી સાંજે 4:15 કલાકે સુરત લેન્ડિંગ
અન્ય સમાચારો પણ છે...