તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ટર્નશિપની તકો:AICTEની કોર્પોરેટ ઈન્ટર્નશિપની તકો મળશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશભરમાં વિદ્યાર્થીઓને ઉત્તમ ઈન્ટર્નશિપ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ થયેલી AICTE ઈન્ટર્નશિપ પોર્ટલ પર વિદ્યાર્થીઓને કોર્પોરેટ ઈન્ટર્નશિપની ઘણી તકો મળી છે. તેમાં કેટલીક કંપનીઓ એવી છે જે કોરોના સંક્રમણને લઈ વર્ચ્યુઅલ ઈન્ટર્નશિપની પણ ઓફર કરે છે. આ પોર્ટલ પર કેટલીક કેટેગરી પણ સમાવાઈ છે.

આ માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) એફિલિએટેડ સંસ્થાના વિદ્યાર્થીઓ તો રજિસ્ટ્રેશન કરાવી જ શકે છે. તેની સાથે એવાં વિદ્યાર્થીઓ પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે જેઓ એઆઈસીટીઈ સાથે એફિલિએટેડ નથી. ઈન્ટર્નશિપ પસંદ કરવાની સાથે વિદ્યાર્થીઓ પાસે પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ અને વર્ચ્યુઅલ ઈન્ટર્નશિપના ઓપ્શન રહેશે. આ માટે વિદ્યાર્થીઓએ internship.aicte-india.org વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એ પણ ધ્યાન રાખવાનું છે કે જે મોબાઈલ નંબર નોંધાવ્યો હોય તે નંબર પણ નહીં બદલાય અને તેને ચાલુ જ રાખવાનો રહેશે.

આ છે ઈન્ટર્નશિપ કેટેગરી
ટ્યૂલિપ ઈન્ટર્નશિપ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, વેરિફાઈડ સર્ટિફિકેટ હોલ્ડર્સ, અમૃત અર્બન જલ સંરચના ઈન્ટર્નશિપ, નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા ઈન્ટર્નશિપ અને કોર્પોરેટ ઈન્ટર્નશિપનો સમાવેશ થયો છે. વિદ્યાર્થી જે સ્ટેટ કે શહેરમાં ઈન્ટર્નશિપ કરવા માંગતો હોય તેની પસંદગી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો