વર્ષ 2008માં સુરતમાં 29 જીવતાં બોમ્બ મળ્યાં હતા. આતંકવાદીઓએ 1992માં વરાછામાં થયેલાં કોમી તોફાનોનો બદલો લેવા માટે મોટાભાગના બોમ્બ સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં પ્લાન્ટ કર્યા હતા. જેમાં આતંકવાદીઓએ 29માંથી 5 બોમ્બ ઓવરબ્રિજ અને 3 બોમ્બ ઝાડ પર મુક્યા હતા. સૌથી પહેલો બોમ્બ સિટીલાઇટમાં સર્કલમાંથી 27 જુલાઈ-08એ સવારે બેલદાર લલ્લુ ઠાકોર પટેલને સફાઇ કરતા મળ્યો હતો.
લલ્લુભાઇએ ટ્રાન્જીસ્ટ્રર સમજી બોમ્બને પાલિકાની ગાડીમાં મુકી દીધું હતું. 20 મિનીટ પછી બેલદાર નુપુર સર્કલ પાસે જતા ત્યાં તેમણે આ ટ્રાન્જીસ્ટર ટેક્નિકલ આસિટન્ટ કમલેશ ક્રિષ્નાકાંત મોદીને બતાવ્યું હતું. પોલીસે બોમ્બ સ્કવોડની મદદથી તપાસ કરતાં આ ટ્રાન્ઝિસ્ટર નહીં પરંતુ બોમ્બ હોવાનું સામે આવ્યું હતું. ભટકલ બંધુઓ અને ઇન્ડીયન મુજાહીદ્દીન સાથે કનેક્શન મળતા તેનું જ આખુ કાવતરુ હોવાનું સાબિત થયું હતું. આ કેસમાં 15 ગુના દાખલ કરાયા હતા અને 72 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. બોમ્બ પ્લાન્ટ કરનારા 2 સ્થાનિક પૈકી એકને દોષી જાહેર કરાયો છે. જ્યારે એકને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યો છે.
તનવીરની મદદથી 30 જેટલી જગ્યાઓ નક્કી કરી બોમ્બ પ્લાન્ટ કરાયા હતા તત્કાલિન ઈ ડિવિઝનના એસીપી અને આઇઓ સુજાતા મજમુદારે મહત્વની ભુમિકા ભજવી હોય, જેઓ હાલ તાપી જિલ્લામાં પોલિસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 26મી જુલાઇ 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયો હતો. જેને લઇને સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. બોમ્બ મળવાનું શરૂ થતાં જ ક્રાઇમ બ્રાંચ સહિતનાં પીઆઈ, PSI મળી કુલ્લે 45 કર્મી પણ તપાસમાં જોડાયા હતા. તપાસ દરમિયાન સ્થાનિક તનવીર પઠાણની આ ઘટનામાં સુત્રધાર તરીકેની ઓળખ થઈ અને તેને પકડ્યો હતો. તનવીરની મદદથી 30 જેટલી જગ્યાઓ નક્કી કરી બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. તેમાંથી 29 મળી આવ્યા હતા.
ભટકલ બંધુઓ અને ઇન્ડીયન મુજાહીદ્દીન સાથે કનેક્શન મળ્યું હતું
પૂછપરછ દરમિયાન ઝહીર પટેલ સહિત બંનેના ભટકલ બંધુઓ અને ઇન્ડીયન મુજાહીદ્દીન સાથે કનેક્શન મળતા તેનું જ આખુ કાવતરુ હોવાનું સાબિત થતા આ કેસ અમદાવાદ સાથે જોડી અમદાવાદની કોર્ટમાં બંને કેસની પ્રક્રિયા એક સાથે શરુ કરાઇ હતી. તનવીર પઠાણના રિમાન્ડ લઈ તપાસ કરાઇ હતી ત્યારે લોકો પુણા- ભરુચ થઈ આવતા હોવાનું માલુમ પડ્યુ હતું. રેકી કરાયેલી ભીડવાળી જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 5 અને 10 મિનિટનાં ટાઈમર સેટ કરાયા હતા, જેમાં વિસ્ફોટ થાય અને વધુથી વધુ સંખ્યામાં લોકોના મૃત્યુ થાય.
13 દિવસમાં 23 જગ્યા પરથી બોમ્બ મળ્યા હતા
સૌથી પહેલો જીવતો બોમ્બ સિટીલાઇટ નુપુર હોસ્પિટલની સામે મળ્યો હતો. 27મી તારીખે કાપોદ્રામાં સીતાનગર ચોકડી અને વરાછા હીરાબાગ ડોક્ટર હાઉસની નીચેથી મોટરકાર અને જીવતા બોમ્બ બનાવવાના સાધનો મળી આવ્યો હતો. 28મી તારીખે વરાછામાં એલએચરોડ શક્તિ વિજય સોસાયટીના ટ્રાન્સ્ફૉર્મર નીચેથી મળી આવ્યો હતો. જયારે 29મી તારીખે વરાછામાં બરોડા પ્રિસ્તેજ સમર્પણ કાપડ કેન્દ્ર પાસે, રમઝાનઅલી બિલ્ડિંગ અને માતાવાડી બંસરીખાન સામે ઝાડ પરથી, મહિધરપુરા હિરાબજાર મંયક મેટલરના શટલના ભાગેથી, કતારગામ ગજેરા સર્કલની અંદરથી, વરાછા ઓવરબ્રીજના પોલ પાસેથી, મોહનની ચાલના વડના ઝાડ પરથી, મોહનની ચાલમાં ઝાડની સામે પતરા ઉપરથી, ભાવના ફોર્ડની ઉતરે, ગીતાંજલી ત્રણ રસ્તા અલ્પા રેસ્ટોરન્ટ, હીરાબાગ સર્કલની ઉપર બ્રીજની એંગલમાં, એ.કે.રોડ ભવાની જેમ્સ અને સરદાર પોલીસ ચોકીની પાછળ ક્રાંતિ મેદાનમાં ઘાસમાંથી બોમ્બ મળી આવ્યો હતો. 30મી તારીખે બરોડા પ્રિસ્ટેજ પ્રેમગલીની શ્રી કિશન કોમ્પલેક્ષના પહેલા માળે, નાના વરાછામાં તરણકુંડની પાસે ઝાડ પરથી, જદાખાડી જીનીયસ ઈન્સ્ટ્રુમેન્ટના બોર્ડની પાછળથી, ચોપાટી ગાર્ડન આગળ બસ સ્ટોપમાંથી તેમજ કતારગામમાં અમરોલી બ્રીજ મંદિરની બાજુમાંથી જીવતો બોમ્બ મળ્યો હતો.
ઝહીર પટેલ જેહાદી ભાષણમાં હાજર હતો અને બોમ્બ પ્લાન્ટ કરવામાં મદદ કરી હતી
મૂળ ભરૂચનો અને હાલ ધાસ્તીપુરા નટરાજ કમ્પાઉન્ડમાં રહેતા 30 વર્ષીય મોહંમદ ઝહીર ઐયુબ પટેલે જેહાદી ભાષણમાં હાજરી આપી હતી. તે પણ કાવતરામાં સામેલ હતો. એટલું જ નહિં ઝહીર પટેલે બોમ્બ પ્લાન્ટ કરવા માટે આરોપીઓને સાયકલ અને ગેસના બાટલાઓની વ્યવસ્થા કરી આપી હતી.
કાપોદ્રા, વરાછા સહિત 15 ગુના નોંધાયા હતા
પ્લાન્ટ કરાયેલા 29 બોમ્બ પૈકી 5 બોમ્બ ઓવરબ્રિજ પરથી અને ઝાડ પરથી 3 બોમ્બ મળ્યા હતા. પોલીસે કાપોદ્રા, વરાછા, મહિધરપુરા, કતારગામ, ઉમરા અને ડીસીબીમાં 15 ગુના દાખલ કરીને આરોપીને પકડી પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.