તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારીઓ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી, ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં પંજાને મજબૂત કરવા આગેવાનોને જોડ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • માધર, મીરજપોર, અટોદરા, વેલુક, દેલાડ, કરમલાના આગેવાનોને કોંગ્રેસમાં જોડ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ભાજપ દ્વારા પેજ પ્રમુખ અભિયાન જોરશોરમાં ચાલુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીઓ પહેલા કમર કસવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારના આગેવાનોને પંજાને મજબૂત કરવા પક્ષમાં જોડવાનું શરૂ કર્યું છે.

ગ્રામ્ય વિસ્તારના આગેવાનોને કોંગ્રેસના ખેચ પહેરાવીને આવકારવામાં આવ્યાં હતાં.
ગ્રામ્ય વિસ્તારના આગેવાનોને કોંગ્રેસના ખેચ પહેરાવીને આવકારવામાં આવ્યાં હતાં.

કોંગ્રેસના ધારાસભ્યોએ મહેનત આદરી
ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાનમાં કોર કમિટીની મિટિંગનું આયોજન ઓલપાડ તાલુકા ખાતેના કૉંગ્રેસ કાર્યાલય પર કરવામાં આવેલ હતું. જેમાં માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી,નિરીક્ષણ માનસિંહ ડોઢિયા, કિશનભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ,સહકારી અને રાજકીય આગેવાન દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકાના કાર્યકારી પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ, ડી.એલ.પટેલ સહિતના કૉંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

ઓલપાડ વિસ્તારમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસને મજબૂત કરવા માટે નેતાઓ ગામડા ખૂંદી રહ્યાં છે.
ઓલપાડ વિસ્તારમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસને મજબૂત કરવા માટે નેતાઓ ગામડા ખૂંદી રહ્યાં છે.

ગ્રામ્ય વિસ્તારના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
આ મિટિંગમાં ઓલપાડ તાલુકાના માધર ગામના જીતભાઈ દેસાઈ,મીરજપોર ગામના માજી સરપંચ મુકેશભાઇ પટેલ,અટોદરા ગ્રામ પંચાયતના સભ્ય અશોક ભાઈ સોલંકી, વેલુક ગામના હેમલભાઈ પટેલ અને મહેશભાઈ દેસાઈ,દેલાડ ગામના હેમલભાઈ રાઠોડ, ઓલપાડ ગામના અક્ષયભાઈ પટેલ તથા કરમલા ગામના માજી સરપંચ પ્રવિણભાઈ ચૌહાણ ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની હાજરીમાં કૉંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો