ગિફ્ટ માર્કેટ જોરમાં:દિવાળી પૂર્વે ગિફ્ટ માર્કેટ જોરમાં રોજની 4 કરોડથી વધુની આપ-લે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અઠવાડિયે ગિફ્ટ માર્કેટ રોજની 4.50 કરોડની થશે, GST-ITના રડારમાં
  • ​​​​​​​આ વખતે 20 હજારથી વધુની ગિફ્ટ પર પણ TDS, ક્રેડિટના લાભ નહીં મળે

2 વર્ષ કોરોના બાદ આ દિવાળી પર લોકો મિત્રો, પ્રિયજનો, ઓફિસ સ્ટાફને મોટાપાયે ગિફ્ટ આપી રહ્યા છે. સૌથી વધુ મોબાઇલ, હેન્ડસ ફ્રી, રિસ્ટ વોચ, જિમ બેગ્સ ચલણમાં છે. ગત અઠવાડિયે 31 કરોડની ગિફ્ટ ખરીદાઈ, હવે ગીફ્ટ માર્કેટ રોજના 4.50 કરોડ સુધી પહોંચશે. આ વખતે પહેલીવાર 20 હજારથી વધુની ગિફ્ટ પર ટીડીએસ હોય આઇટીની નજર છે. દિવાળીના 20 દિવસ અગાઉથી મૂવમેન્ટ તેજ થઈ હતી. હાલમાં પાર્સલની સંખ્યા 50 હજાર સુધી પહોંચી છે, જે હજુ વધશે.

જીએસટીનો અંદાજો 200 કરોડથી વધુનો
જીએસટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે દિવાળી અગાઉ સાઉથ ગુજરાતમાં 200 કરોડથી વધુનું ગીફ્ટનું માર્કેટ રહે છે, એવું અગ્રણી દુકાનદારોના ડેટાના આધારે કરી શકાય. પરંતુ 20 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પણ હોય જે પૈકીના કેટલાંક રીટર્ન પણ ભરતા ન હોય ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે. નોંધનીય છે કે વેપારી જો ગિફ્ટ આપે તો તેના પર આઇટીસી મળતી નથી. સી.એ. અતિત શાહ કહે છે કે આ વખતે પહેલીવાર 20 હજારથી વધુની ગિફ્ટ પર ટીડીએસ કાપવાનું છે, જે પહેલાં જોગવાઈ ન હતી.

શહેરની ગિફ્ટ માર્કેટમાં હાલ આ વસ્તુઓ ટ્રેન્ડમાં
વેપારીઓ કહે છે કે છેલ્લાં એક અઠવાડિયામાં મોબાઇલ ફોન, જિમ બેગ્સ, સ્માર્ટ વોચ વગેરેનું ચલણ વધ્યું છે અને આ ગીફટના એક લાખ જેટલા પાર્સલ નિકળ્યા છે. આ ઉપરાંત ઇલેકટ્રોનિક આઇટમ, ઓફિસ ડેકોરેટિવ, કસ્ટમાઇઝ કી-ચેઇન, પ્લાન્ટ્સ વગેરેની ડિમાન્ડ છે. આ ઉપરાંત પેન, ડાયરીઓ પણ લોકો એકબીજાને આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...