આદિવાસીઓ પર નજર:સુરતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આદિવાસી આંદોલનકારીઓ AAPમાં જોડાયા, કહ્યું- અત્યાર સુધી અમારો ઉપયોગ વોટબેંક તરીકે થયો

સુરતએક મહિનો પહેલા
આદિવાસી આંદોલનકારીઓએ આમ આદમી પાર્ટી નો ખેસ પહેર્યો હતો.
  • અમારા બંધારણની હક્કો આપવાની ગેરંટી કેજરીવાલે આપતા અમે આપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દરેક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે આદિવાસી મતદારોને પોતાની તરફ ખેંચવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી આંદોલનકારીઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તાપી પાર નર્મદા રિવર પ્રોજેક્ટ હોય કે, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ આ તમામ પ્રોજેક્ટનો વિરોધ કરનારા આદિવાસી આંદોલન કાર્યકરોને આજે આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આપમાં જોડાયેલા આંદોલનકારીઓએ કહ્યું કે, અમારા બંધારણીય હજુ સુધી અમને આઝાદીના આટલા વર્ષે પણ મળ્યા નથી. જેથી અમે આપમાં જોડાઈ રહ્યા છીએ

27 વર્ષની ન્યાય મળ્યો નથી
આમ આદમી પાર્ટીમાં આદિવાસી આંદોલનકારીઓને જોડતા આપના મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે. આપમાં હવે એક્ટિવિષ્ટો અને આંદોલનકારીઓ તથા અન્યાય સામે અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પણ જોડાઈ રહ્યા છે. 27 વર્ષમાં ભાજપે માત્ર આદિવાસીઓને મતદાર તરીકે જ ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે આદિવાસીઓને આપમાં જોડીને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

વોટ બેંક તરીકે અમારો ઉપયોગ થયોઃ ડો.- વસાવા
આમ આદમી પાર્ટીમાં જોડાનાર ડોક્ટર પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ બંધારણીય જોગવાઈ હોવા છતાં ભાજપ કોંગ્રેસ દ્વારા અમારા અધિકારો છે. છોડી દેવાયા છે અમારો ઉપયોગ માત્ર તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા વોટ બેંક તરીકે જ કરવામાં આવતો હતો.અમારે અમારા આપવા માટે પણ આંદોલન કરવા પડ્યા છે અને તેના માટે જેલમાં પણ જવું પડ્યું છે. ત્યારે અમે હવે અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી આકર્ષાઈને તથા તેમણે તેમને ગેરંટીઓ આપી છે. તેમાં અમારા સમાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી અમે આપમાં જોડાઈ રહ્યા છે, અને આગામી દિવસોમાં મોટી સંખ્યામાં અમારા સમાજના લોકોને આપમા જોડીશું.

આ આદિવાસી નેતાઓ આપમાં જોડાયા

સુરતમાં દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ચાર આદિવાસી યુવા નેતાઓ આપવા જોડાયા હતા. જેમાં ડોક્ટર પ્રફુલ વસાવા, જીમી પટેલ, કુંજન રમેશ ઢોડીયા,નરેન્દ્ર કાંતિલાલ ચૌધરી અને જયદીપ રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ આમ આદમી પાર્ટીનો કેસ પહેરવાની સાથે ટોપી પહેરી હતી અને આગામી વિધાનસભામાં મોટી સંખ્યામાં લોકોને જોડવાનો સંકલ્પ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...