અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર ઉજવણી કરવામાં આવી છે. કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સની મર્યાદા વચ્ચે રંગારંગ કાર્યક્રમો ઠેર ઠેર ઉજવવામાં આવી રહ્યાં છે. દેશમાં જોશ,ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાતા સ્વતંત્રતા પર્વની સુરતમાં અઠવાઈલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના કૃષી મંત્રી આર.સી.ફળદુના હસ્તે તિરંગો લહેરાવાયો હતો. તિરંગાને સલામી આપીને કૃષિ મંત્રીએ કોરોના વોરિયર્સના સન્માન કર્યાં હતાં.
સોશિયલ ડિસન્ટન્સ સાથે ઉજવણી
સુરત શહેરમાં યોજાનારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા ડોકટર, પેરામેડીકલ સ્ટાફ, સેનિટેશન વર્કસ તથા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને સ્વસ્થ થયેલા વ્યકિતઓને સન્માનિત કરાયા હતા.
સામાજિક કાર્યક્રમો યોજાયાં
15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો નાના-મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા હતા. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ ના કાર્યક્રમ શહેરભરની અંદર જ્યાં હતા જેમાં બ્લડ ડોનેટ કેમ્પ, સ્વચ્છતા અભિયાનના સારથી એવા કર્મચારીઓનું સન્માન સહિત અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઠેર ઠેર ધ્વજવંદન કરાયાં
નાના મોટા સૌ કોઈ દેશ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા ત્યારે તરફ રાષ્ટ્રધ્વજ ક્યાંક બાળકોના હાથમાં દેખાયા તો ક્યાંક સોસાયટીઓમાં, સરકારી ઈમારતો ઉપર અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.