તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુલેટ ટ્રેન:સુરત સહિત ચાર રેલવે સ્ટેશન બનાવવા L&T સાથે કરાર

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 350 મીટરની એક પર્વત ટનલ સહિત 6 રેલવે ક્રોસિંગ પણ સામેલ

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગુરુવારે લાર્સન અને ટુબ્રો લિ. સાથે મુંબઈ - અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરીડોરના 508 કિલોમીટર માટે ગુજરાત રાજ્યના વાપી (મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર ઝારોલી ગામ) અને વડોદરા વચ્ચેના 237 કિમી લંબાઈની ડિઝાઇન અને બાંધકામના કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ કરારમાં 4 સ્ટેશન વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ, સુરત ડેપો, 14 નદી ક્રોસિંગ, 42 રોડ ક્રોસિંગ અને 350 મીટરની એક પર્વતની ટનલ સહિતના 6 રેલ્વે ક્રોસિંગ સ્ટેશનો પણ સામેલ છે.

કરાર હસ્તાક્ષર સમારંભમાં જાપાનના ભારતમાં રાજદૂત, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને રેલ્વે બોર્ડના ચેરમેન, NHSRCLનું નિયામક મંડળ અને લાર્સન અને ટુબ્રોના એમ.ડી.સહિતના લોકોએ ભાગ લીધો હતો. આ ટેન્ડર માટેની ટેક્નિકલ બીડ 23 સપ્ટેમ્બર 2020ના રોજ ખોલવામાં આવી હતી અને એક મહિનાથી ઓછા સમયમાં એટલે કે 19 ઓક્ટોબરે ફાઇનાન્સિયલ બીડ ખોલવામાં આવી હતી. સ્વીકૃતિ પત્ર 28 ઓક્ટોબરે જારી કરવામાં આવ્યાે હતાે.

4 વર્ષમાં કામ પૂર્ણ થશે, હજારો લોકો માટે રોજગારી પણ ઉપલબ્ધ કરાશે એવો દાવો એલ.એન્ડ.ટી.ને કરાર મુજબ કામ પૂરું કરવા માટે 4 વર્ષનો સમય મળ્યો છે ત્યાં સુધીમાં કરાર મુજબનું કામ પૂરું કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, બાંધકામના તબક્કા દરમિયાન બાંધકામની આજુબાજુના વિસ્તારોમાં સામાજિક અને આર્થિક વિકાસ થશે. ફક્ત એન્જિનિયર, ટેકનિશિયન, ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ વગેરે જેવા વ્યવસાયિકો માટે જ નહીં,પણ અન્ય કારીગરો માટે પણ રોજગારી ઉભી થશે એવો દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...