બુલેટ ટ્રેન:અમદાવાદ -વાપી વચ્ચે 11 સ્ટીલ બ્રિજ માટે કરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બ્રિજ માટે ખાસ મશીનનો ઉપયોગ કરાશે

બુલેટ ટ્રેન માટેના રૂટ પર કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે.રૂટ પર કેટલાક સ્થળે નિર્માણ કાર્ય પણ ચાલુ થઇ ચૂક્યું છે.બ્રિજના કામકાજમાં ઝડપ આવી છે.શુક્રવારે એનએચએસઆરસીએલ દ્વારા મેસર્સ એમ.જી.કોન્ટ્રેક્ટર્સ પ્રા.લિ સાથે બ્રિજ નિર્માણ સંદર્ભે બે કરાર કરાયા હતા.

એમએચએસઆર-પી-1(બી) અને એમએએચએસઆર-પી-1(સી) પેકેજ હેઠળ વાપી અને અમદાવાદ વચ્ચે 11 સ્ટીલ બ્રિજ નિર્માણ અને 5 પ્રિ-સ્ટ્રેસ્ડ કોન્ટ્રીક બ્રિજનું નિર્માણ કરવા મેસસ એમ.જી. કોન્ટ્રેક્ટર્સ પ્રા.લિ. સાથે બે સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે.આ બ્રિજ ખાસ સ્થળો માટે તૈયાર કરાયા છે,જ્યાં એમએએચએસઆર વાયેડક્ટ રેલવે અને ડીએફસીસી ટ્રેક્સ, રાજ્ય ધોરીમાર્ગો, એક્સપ્રેસવે તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો વગેરેને ક્રોસ કરશે.

100 મીટર રેન્જના બ્રિજ તૈયાર કરાશે
બુલેટ ટ્રેન રૂટ પર બ્રિજ પીએસસી બ્રિજ બેલેન્સ્ડ કેન્ટીલેવલ પ્રોસેસનો ઉપયોગ કરીને સ્થાપિત કરવામાં આવશે.આ બ્રિજ 60 મીટરની વ્યાપક રેન્જથી લઈ તે 100 મીટરથી વધારે હોઈ શકે છે. જોકે, સ્ટીલ બ્રિજને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની દેખરેખ હેઠળ કાર્યશિબિરમાં તૈયાર કરાશે અને સાઈટ ખાતે નિર્માણ કાર્ય માટે ખાસ પ્રકારના મશીનો અને ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...