લોકડાઉન:શ્રમિકો ઓછા મળતા આગરા શ્રમિક ટ્રેન રદ થઈ, 800 શ્રમિક પેસેન્જર પોતાના વતજ ન જઈ શકયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતથી આગરા જનારી બુધવારની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનને 1600 શ્રમિક પેસેન્જર નહીં મળતાં ઓચિંતી રદ કરી દેવાઇ હતી. જેને પગલે 800 શ્રમિકો રઝળ્યા હતા. ગોડાદરાના સંજય સિંહે સુરતથી આગરાની શ્રમિક ટ્રેન માટે તંત્ર પાસે મંજૂરી મેળવી હતી.  26 મેએ તંત્રએ ટિકિટ આપી 27 મેએ ટ્રેન ઉપાડવા મંજૂરી આપી હતી.પેસેન્જરોની મેડિકલ તપાસ બાદ  ટિકિટ આપી બસમાં સ્ટેશને સવારે લવાયા હતા. તેવામાં જ પેસેન્જરોની સંખ્યા ઓછી જણાતા ટ્રેન રદ કરાઈ હતી. જેને પગલે 800 શ્રમિક પેસેન્જર પોતાના વતજ જઈ શકયા ના હતા.

અન્ય સમાચારો પણ છે...